સાગબારા તાલુકા ટીચર્સ સોસા.ના પ્રમુખની બંધારણ વિરુદ્ધ કામગીરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સાગબારા તાલુકા ટીચર્સ સોસા.ના પ્રમુખની બંધારણ વિરુદ્ધ કામગીરી

સાગબારા તાલુકા ટીચર્સ સોસા.ના પ્રમુખની બંધારણ વિરુદ્ધ કામગીરી

 | 2:45 am IST

સભાસદો દ્વારા કલેકટરને સંબોધતું આવેદન અપાયું

। સેલંબા ।

સાગબારા તાલુકાના શિક્ષકો માટે ચાલતી ધી સાગબારા તાલુકા ટીચર્સ ક્રો, ઓ,ક્રેડિટ સોસાયટી લી. ના સભાસદો દ્વારા સોસાયટીના પ્રમુખ બંધારણ વિરુદ્ધ કામગીરી કરતા હોય મંડળી અને પ્રમુખ સામે તપાસ કરવા જિલ્લા કલેકટરને સંબોધતુ એક આવેદન તાલુકા મામલતદાર ને આપવામાં આવ્યું હતું.

આવેદનમાં જણાવ્યા અનુસાર સાગબારા તાલુકા ટીચર્સ ક્રો, ઓ,ક્રેડિટ સો,લી.ના હાલના પ્રમુખ વસાવા ઉત્તમભાઈ ધીમાભાઈ વિના સહકાર નહીં ઉધ્ધાર વિરુદ્ધ મંડળીની કામગીરી કરી રહ્યા છે. જે ખરેખર મંડળી કે સોસાયટીના નિયમ વિરુદ્ધ છે. સભાસદોને છેલ્લા ઘણા વર્ષોથી નક્કી કરેલ કરજ પણ આપવામાં આવતું નથી, કે નથી કારોબારી ની મિટિંગ બોલાવતી, મંડળીના કોઈ એજન્ડા કે ઓફ્ીસ સુદ્ધા નથી. રાજીનામુ કે મૃત્યુ ફ્ંડ જેવી સહાય પણ પ્રમુખ પોતાની મનમાની મુજબ કરે છે.

આવેદનમાં એમપણ જણાવાયું છે કે તાલુકાના તમામ શિક્ષકોના રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખાતા હોવા છતાં મંડળીને હજારો રૃપિયા ટેક્સ ભરાવીને નુકસાન કરેલ છે. રાજીનામું આપીને ગયેલ શિક્ષક વસાવા ધરમસિંગ રૃપસિંગના નામે પોતાના નામે ચેક લઈને રૃપિયા વાપરી ખાઈ જઈ મંડળીમાં રૃપિયા ભરેલ નથી. મંડળીના પૂર્વ સેક્રેટરી ને ગેરમાર્ગે દોરી કોરા ચેકો પર સહીઓ કરાવીને ચેકમાં વિગતો ભરીને મંડળીના રૃપિયાની ઉચાપત પણ કરેલ છે. તો આ બાબતે મંત્રીને બારોબાર ઠરાવ વગર દબાણ કરીને હટાવી દીધેલ છે. આ અંગે તાકિદે તપાસ કરવા માંગ કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;