સાડઈ પાસે તંત્રે ૧૫૫ એકર જમીન ખુલ્લી કરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • સાડઈ પાસે તંત્રે ૧૫૫ એકર જમીન ખુલ્લી કરી

સાડઈ પાસે તંત્રે ૧૫૫ એકર જમીન ખુલ્લી કરી

 | 2:00 am IST
  • Share

વહીવટી તંત્ર દ્વારા ભુજ તાલુકાનાં ભીરંડિયારા પાસેથી વન વિભાગ હસ્તકનાં રક્ષિત જંગલમાં વાડા બનાવીને કરાયેલા દબાણોને હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી તે આજપર્યંત ચાલુ રાખવામાં આવી છે અને આગામી દિવસોમાં આ જ રીતે દબાણો સતત હટાવવામાં આવશે. જેના ભાગરૂપે સોમવારે સાડઈ પાસે તંત્ર દ્વારા વન વિભાગનાં અધિકારીઓને સાથે રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી કરી વધુ ૧૭ વાડારૂપી દબાણો દૂર કરીને ૬૨.૫૮ હેક્ટર એટલે કે ૧૫૫ એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૪૦૦ જેટલા વાડા રૂપી દબાણો દૂર કરીને ૨૭૮૦.૬૯ હેક્ટર એટલે કે ૬૮૭૨ એકર જમીન ખુલ્લી કરવામાં આવી છે. મંગળવારથી હોડકો પાસે આજ રીતે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાતાં દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.
આ બાબતે વધુ માહિતી આપતાં બન્ની વન વિભાગનાં અધિકારી એમ.યુ. જાડેજાએ જણાવ્યું હતું કે, ખાવડા પંથકમાં વન વિભાગ હસ્તક આવેલી જમીનો ઉપરના વાડારૂપી દબાણો દૂર કરવાની કાર્યવાહી અવિરતપણે ચાલુ રાખવામાં આવી છે અને જ્યાં સુધી તમામ દબાણો દૂર નહીં થાય ત્યાં સુધી આજ રીતે કાર્યવાહી ચાલી રહેશે. જેના પગલે સોમવારે સાડઈ પાસે ૧૭ જેટલા દબાણો દૂર કરીને ૧૫૫ એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જ્યારે મંગળવારથી હોડકો પાસે મોજૂદ દાબાણરૂપી વાડાઓ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અંતમાં તેમણે બન્ની રક્ષિત જંગલ ભાગમાં વાડા બનાવીને કરાયેલા તમામ દબાણો દૂર કરવાની કામગીરીનાં પગલે અત્યાર સુધીમાં તંત્ર દ્વારા ભીરંડિયારા તથા સાડઈ મળીને કુલ ૪૦૦ જેટલા વાડા રૂપી દબાણો દૂર કરીને ૨૭૮૦.૬૯ હેક્ટર એટલે કે ૬૮૭૨ એકર જમીન ખુલ્લી કરવામાં આવી છે, મંગળવારથી હોડકો પાસે આજ રીતે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આજ રીતે દબાણ હટાવવાની કામગીરી અવિરતપણે ચાલુ રાખવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો