સાડા ચાર વર્ષમાં મોદી સરકાર પેટ્રોલ ડીઝલમાં ૧૧ લાખ કરોડથી વધુ રકમ કમાઈ - Sandesh
 • Home
 • Jamnagar
 • સાડા ચાર વર્ષમાં મોદી સરકાર પેટ્રોલ ડીઝલમાં ૧૧ લાખ કરોડથી વધુ રકમ કમાઈ

સાડા ચાર વર્ષમાં મોદી સરકાર પેટ્રોલ ડીઝલમાં ૧૧ લાખ કરોડથી વધુ રકમ કમાઈ

 | 12:53 am IST

 • મોંઘવારીના મારથી જનતા ત્રસ્ત , સરકાર ભાષણબાજીમાં વ્યસ્ત
 • રાજકોટમાં કોંગ્રેસ મહામંત્રી સુશીલકુમાર શિંદેએ પત્રકાર પરિષદમાં કર્યા પ્રહાર
  રાજકોટ : તાજેતરમાં પેટ્રોલ ડીઝલમાં સતત એકધારા વધી રહેલા ભાવ વધારા સામે તેમજ મોંઘવારી સામે કોંગ્રેસે રહી રહીને બગાવત છેડી છે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ છે એ પૂર્વે પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ ઓલ ઈન્ડીયા કોંગ્રેસ સમિતિના મહામંત્રી સુશીલ કુમાર શિંદેએ રાજકોટમાં યોજેલી પત્રકાર પરિષદમાં વર્તમાન મોંઘવારી અને સરકારની કાર્યપ્રણાલી તેમજ નીતિ રીતિ સામે અનેક સવાલો ખડા કરી ભારે આલોચના કરી હતી.
  શિંદેએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે કોંગ્રેસ શાસનમાં કાચા તેલનો ભાવ ૧૦૭ ડોલર હતો ત્યારે પણ ભાવ હાલ છે એટલા ન હતા. એસમયે પેટ્રોલના ભાવ રૂ.૭૧-૪૧ થયો હતો. અને ડીઝલનો ભાવ રૂ. ૫૫-૪૯ હતો હાલ પેટ્રોલિયમના આંતરરાષ્ટ્રીય ભાવ કોંગ્રેસ શાસન કરતા નીચા એટલે કે ૭૩ ડોલર છે. આમ છતાં પેટ્રોલનો ભાવ ૭૯-૫૧ તેમજ ડીઝલનો ભાવ ૭૧-૫૫ છે. મોદી સરકારે સાડા ચાર વર્ષમાં પેટેલ ડીઝલ થકી ૧૧ લાખ કરોડથી પણ વધુ રકમ કમાઈ છે. ભાવ વધારાના કારણે મોંઘવારીએ માઝા મુકી છે. સરકારની નફાખોરી લોકોને દઝાડે છે. આ ઉપરાંત શિંદેએ કોંગ્રેસ યુપીએ શાસન વખતના કોમોડીટી ભાવ અને ભાજપ શાસન મોદી શાસન વખતના કોમોડીટી ભાવની તુલના કરી હતી. તેણે એમ કહ્યુ હતુ કે હવે પેટ્રોલ ડીઝલ જીએસટીના દાયરામાં લાવવુ જરૂરી જ નહી અતિ આવશ્યક બની ગયું છે. છતા સરકાર એમ કરતી નથી. લોકો મોંઘવારીથી પીસાય છે. ભાજપા અને તેના સહયોગી દળ ૨૧ પ્રાંતોમાં છે. કેન્દ્રમાં પણ એજ શાસક છે. આમ છતા અચ્છે દિન નથી. અને ૧૩૨ કરોડ લોકોને લૂંટવામાં આવે છે. રસોઈ ગેસ, દુધ, દાળ, રેલવે ભાડુ, પ્લેટફોર્મ ટીકીટના ભાવ ખુબજ વધારી દીધા છે.
  આજની પત્રકાર પરિષદમાં કોંગ્રેસ આગેવાન મહેશ રાજપુત, ડો.હેમાંગ વસાવડા, વશરામ સાગઠિયા વગેરે હાજર રહ્યા હતા.