NIFTY 10,141.15 -6.40  |  SENSEX 32,400.51 +-1.86  |  USD 64.2600 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સાધલી ઉમરાહ કરવા જતા ૪૧ બિરાદરોનો મિલન સમારોહ યોજાયો

સાધલી ઉમરાહ કરવા જતા ૪૧ બિરાદરોનો મિલન સમારોહ યોજાયો

 | 10:51 pm IST

સાધલી, તા.૧૯

સાધલી ગામમાંથી મુસ્લિમ સમુદાયના ૪૧ ધર્મપ્રેમીઓ એકી સાથે ઉમરાહ કરવા માટે મક્કા મદિના શરીર જનાર હોય આજરોજ સામુહિક સૌનો મિલન મિલાપ અને ફૂલહાર વિધિનો પ્રોગ્રામ પીરે તરીક્ત ઝાકીરઅલીબાવાના આર્શીવાદ સાથે રંગરેજ ફાર્મ પર રાખવામાં આવ્યો હતો. જેમાં મુસ્લીમ સમાજના ૫૦૦૦ ઉપરાંત સગા સંબંધી મિત્રો ઉમટી પડયા હતા.

સાધલી ગામે ઉતરાજ રોડ પર આવેલ રંગરેજ ફાર્મ પર આજે તા. ૧૯-૩-૧૭ સવારના ૯ વાગ્યાથી મુસ્લિમ બિરાદરોને પ્રવાહ ઉમટી પડયો હતો. સાધલી ગામના ૪૧ મુસ્લિમ ભાઇ બહેનો સૌ પ્રથમવાર એકી સાથે તથા શિનોર સુરાશામળના ૯ મળી કુલ ૫૦ ઇસમો ઉમરાહ કરવા માટે મક્કા મદિના શરીફ તા. ૨૨-૩-૧૭ બપોરના નિકળવાના હોય આ તમામનો એકીસાથે મિલન ફૂલહાર વિધીનો કાર્યક્રમ ટુંડાવના પીરે તરીકત ઝાકીરઅલીબાવાના સાનિધ્યમાં રાખવામાં આવ્યો હતો. ઝાકીરઅલીબાવાએ આર્શીવાદ આપી મક્કા મદીનામાં વિધિ કરવાની સંપૂર્ણ માહિતી આપી હતી અને તમામને શુભકામના આપી હતી.