સાપુતારાના ચેકપોસ્ટ ઉપર દારૃના જથ્થા સાથે બે પકડાયા - Sandesh
  • Home
  • Newspaper
  • સાપુતારાના ચેકપોસ્ટ ઉપર દારૃના જથ્થા સાથે બે પકડાયા

સાપુતારાના ચેકપોસ્ટ ઉપર દારૃના જથ્થા સાથે બે પકડાયા

 | 3:00 am IST

  • ૨.૧૮ લાખનો મુદ્દામાલ કબજે કરાયો

ા વાંસદા-ડાંગ ।

ગિરીમથક સાપુતારાના ચેકપોસ્ટ ઉપર મહારાષ્ટ્રથી ગુજરાતમાં લઇ જવાતો ઇંગ્લિશ દારૃના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી પોલીસે ગુનો નાંેધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સાપુતારાના નાસીક રોડ ટોકબુથ પાસે પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી. તે વેળા નાસીકથી સુરત તરફ જઇ રહેલા બલેનો કાર (નં એમએચ-૦૨ એકયુ-૬૭૮૦)ને ચેકપોસ્ટ પર સાપુતારા પીએસઆઇ એસ.આર.પટેલ અને સ્ટાફે રોકવાની કોશીશ કરતા ચાલક કારને ચેકપોસ્ટ પરથી ગુજરાતની હદમાં પૂરપાટ ભગાડી જઇ જૈન મંદિર નજીક કાર પાર્ક કરી ભાગી છુટવાની કોશીશ કરતા પોલીસે પીછો કરી રંગે હાથ ઝડપી પાડી હતી. પોલીસે કારની તલાશી લેતા તેમાં ઇંગ્લિશ દારૃની વિવિધ બ્રાન્ડની બોટલો મળી આવી હતી. પોલીસે કારમાંથી ઇંગ્લિશ દારૃનો જથ્થો લઇ જનાર યુસુફ ઇસાખાન (રહે.ભાવસાર ચાલ કંચનનગર તા.વાપી) તેમજ જ્ઞાાનેશ્વર રવિન્દ્રભાઇ બોરસે (રહે.શાસ્ત્રીનગર, મુકટી જિ.ધૂલે (મહારાષ્ટ્ર)ની અટક કરી હતી. તેઓ પાસે વિવિધ બ્રાન્ડની વિસ્કીની બોટલોની કિમત રૃ।.૬૩,૧૫૦ અને કારની રૃ।.૧,૫૦,૦૦૦ , બે મોબાઇલ મળી કુલ રૃ।.૨,૧૮,૬૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓને રિમાન્ડની માંગ માટે કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી હતી. વધુ આ મામલે સાપુતારા પોલીસ મથકના પીએસઆઇ એસ.આર.પટેલ કરી રહ્યા છે.

;