સારંગપુરના બગીચામાં 'ટ્રાફિક પોલીસ'નું જ દબાણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સારંગપુરના બગીચામાં ‘ટ્રાફિક પોલીસ’નું જ દબાણ

સારંગપુરના બગીચામાં ‘ટ્રાફિક પોલીસ’નું જ દબાણ

 | 3:55 am IST
  • Share

  • ટ્રાફિક વિભાગ દ્વારા જપ્ત કરાઇને મુકાયેલાં વાહનોનાં દબાણને તંત્ર દ્વારા દૂર કરાયાં
  • બગીચાને વિક્સાવવા સ્થાનિક ધારાસભ્યે 10 લાખની ગ્રાન્ટ ફાળવી : રમતગમતનાં સાધનો, વોકિંગ ટ્રેક અને બેઠક વ્યવસ્થા ઊભી કરાશે

સારંગપુર માધુબાગ બગીચામાં ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલા દબાણને દૂર કરવામાં આવ્યું છે. સ્થાનિક ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આ અંગે મ્યુનિ. કમિશનરને સંકલન સમિતિમાં રજૂઆત તેમજ કાલુપુરના સામાજિક આગેવાન મુનાફ્ મેમણ દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી પીઆઈએલ બાબતે હુકમ થયો હતો. જે સંદર્ભે મ્યુનિ.ના ગાર્ડન વિભાગ દ્વારા સારંગપુરના માધુબાગ બગીચામાંથી ટ્રાફિક વિભાગ દ્વારા ઉભું કરવામાં આવેલ દબાણ દૂર કરી બગીચો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કાલુપુરના સામાજિક આગેવાન દ્વારા પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા ઉપરોકત પીઆઈએલના આધારે ગાર્ડનમાંથી ટ્રાફિક વિભાગ દ્વારા મૂકાયેલા વાહનો દૂર કરી ગાર્ડનને સાફ કરવા હુકમ કરાયો હતો. તેમજ સ્થાનિક ધારાસભ્ય દ્વારા મ્યુનિ. કમિશનરને પત્ર લખી અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા દબાણ ઉભું કરી કબજોે જમાવેલ છે, તે જાહેર જનતા માટે ખુલ્લું કરી બગીચાનો વિકાસ કરવાનું આયોજન કરવામાં આવે તેવી માંગણી કરી હતી. જેના આધારે જગ્યાને ખાલી કરાવામાં આવી છે અને ગાર્ડન વિક્સાવવાની કામગીરી હાથ ધરી છે. સ્થાનિક ધારાસભ્યે રૃપિયા 10 લાખની ગ્રાન્ટ ફાળવી છે. જેમાંથી બાળકોના રમત-ગમતના સાધનો, વોકિંગ ટ્રેક તથા સિનિયર સિટીઝન માટે બેસવાની વ્યવસ્થા તૈયાર કરાશે. બુધવારે ખાડિયા વોર્ડમાં આવેલા માધુબાગમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બગીચો બનાવવાની કામગીરી શરૃ કરાતા સ્થાનિક ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો