સાળંગપુર ચકલામાં ચાર માળનું મકાન ધરાશાયી : ૧૦નો બચાવ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સાળંગપુર ચકલામાં ચાર માળનું મકાન ધરાશાયી : ૧૦નો બચાવ

સાળંગપુર ચકલામાં ચાર માળનું મકાન ધરાશાયી : ૧૦નો બચાવ

 | 1:26 am IST
  • Share

સાંરગપુર ચકલા ખાતે મંગળવારની મોડી રાત્રે ચાર માળનું મકાન એકાએક ધરાશાયી થતાં આસપાસના મકાનોમાં રહેતા લોકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. ચાર માળના મકાનમાં રહેતા પરિવારને મકાનમાં ભૂંકપ જેવી હલચલ લાગતાં મકાનની બહાર દોડી આવ્યા હતા. જેથી ૧૦ લોકોનો આબાદ બચાવ થયો હતો. આ અંગેની જાણ ફાયરને કરતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે આ ઘટનામાં સદ્નસીબે કોઇ જાનહાની સર્જાઇ ન હતી.

સાંરગપુર ચકલામાં આવેલી અમૃત નિવાસ નામની ચાર માળની ઈમારત મંગળવારની રાત્રિના ૧૧ વાગ્યાની આસપાસ મકાન ધ્રૂજવા લાગતા ભૂકંપની દહેશતના પગલે ૧૦ લોકોના બે પરિવાર ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યો હતો. તેઓ ઘરની બહાર આવ્યાને માંડ અડધો કલાક થયો ત્યાં ઔઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગઇ હતી.

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન