સાવધાન : પેઇન્ટ અને વાર્નિશ મલ્ટિપલ સ્કલેરોસિસ નામની ખતરનાક બીમારી નોતરશે - Sandesh
  • Home
  • Newspaper
  • સાવધાન : પેઇન્ટ અને વાર્નિશ મલ્ટિપલ સ્કલેરોસિસ નામની ખતરનાક બીમારી નોતરશે

સાવધાન : પેઇન્ટ અને વાર્નિશ મલ્ટિપલ સ્કલેરોસિસ નામની ખતરનાક બીમારી નોતરશે

 | 1:16 am IST

પેઇન્ટ અને વાર્નિશમાં રહેલા રસાયણો માંસપેશીઓની વિકૃતિ મલ્ટિપલ સ્કલેરોસિસનો ખતરો વધારી શકે છે તેવું એક નવું અધ્યયનમાં બહાર આવ્યું છે. આ અધ્યયનમાં એવું માલૂમ પડયું કે જે લોકો પેઇન્ટના સંપર્કમાં આવે છે તેમને બીજા લોકોની તુલનાએ મલ્ટિપલ સ્કલેરોસિસ થવાનો ખતરો ૫૦ ટકા વધારે રહે છે.

મલ્ટિપલ સ્કલેરોસિસ શું છે?

આ એક પ્રકારની શારીરિક વિકૃતિ છે જેમાં શરીરની માંસપેશીઓ કઠણ બની જતી હોય છે. આ બીમારીમાં મગજ અને કરોડરજ્જુની નસોનું કવચ ખતમ બની જાય છે. આ બીમારી નોતરી શકતા કેમિકલો પેઇન્ટ અને વાર્નિશમાં મોજૂદ હોય છે. સંશોધકોનું કહેવું છે કે લોકો પેઇન્ટના સંપર્કમાં આવે છે તેમને બીજા લોકોની તુલનાએ મલ્ટિપલ સ્કલેરોસિસ થવાનો ખતરો ૫૦ ટકા વધારે રહે છે.

ધૂમ્રપાન ખતરો અનેકગણો વધારી શકે છે : સંશોધન

સંશોધકોએ કહ્યું છે જે લોકો ધૂમ્રપાન કરે છે તેમનામાં આ ખતરો અનેક ગણો વધી શકે છે. ધૂમ્રપાન કરનાર જે લોકો સોલવન્ટના સંપર્કમાં રહે છે જેમનામાં આ બીમારીના જીવાણુઓ હોય છે તેમને માટે આ ખતરો ૩૦ ટકા વધી જાય છે. બ્રિટનમાં એક લાખ લોકો આ બીમારીના શિકાર બન્યાં છે અને અમેરિકામાં પણ આ બીમારીના કેસો સામે આવી રહ્યાં છે.

સંશોધન આ રીતે કરાયું

સંશોધકો લગભગ ૨,૦૦૦ લોકોનાં એમઆર ટેસ્ટની ચકાસણી કરી તથા તેમના લોહીના ટેસ્ટ પણ લેવામાં આવ્યાં. જે લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા હતા અથવા તો જેમને પેઈન્ટ કે વાર્નિશ સાથે કામ પાર પાડવાનું થતું હતું તેવા લોકોના લોહીમાં આ બીમારી કારક પરિબળો જોવા મળ્યા હતા.