સાવલીના ગોઠડામાં પ્રવેશદ્વારનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત - Sandesh
  • Home
  • Newspaper
  • સાવલીના ગોઠડામાં પ્રવેશદ્વારનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત

સાવલીના ગોઠડામાં પ્રવેશદ્વારનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત

 | 3:14 am IST

અંદાજે રૂ. ૧૦ લાખના ખર્ચે પ્રવેશદ્વારનું નિર્માણ થશે

બજાજ હેલ્થ કંપની દ્વારા પ્રવેશદ્વારનુ નિર્માણ કરવામાં આવશે

ા સાવલી ા

સાવલી તાલુકાના ગોઠડા ગામ પાસે બજાજ હેલ્થ કંપની દ્વારા પ્રજાના વિકાસને લગતી સેવાકિય કામગીરીઓ સ્વ ખર્ચે સાવલી તાલુકાના ગોઠડા ગામમાં અંદાજે રૂ. ૧૦ લાખના ખર્ચે નિર્માણ થનાર પ્રવેશ દ્વારનું ખાતમુહુર્ત ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા કરવામાં આવ્યું હતું જેનો સમગ્ર ખર્ચ કંપની દ્વારા કરવામાં આવનાર છે.

ગોઠડા ગામની સીમમાં આવેલ કંપની સ્થાનિકોને રોજગારી પૂરી પાડે છે ત્યારે કંપની સત્તાવાળાઓ ગામની પ્રાથમિક સુવિધા તેમજ સગવડતા માટે પણ મદદરૂપ થવાના આશયથી આ પ્રવેશદ્વારનું નિર્માણ કરવામાં આવનાર છે.

જેમાં સાવલી તાલુકાના બજાજ હેલ્થ કંપનીના વા ઇસ પ્રેસિડન્ટ એન આર સોની અને સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે યોજવામાં આવ્યું હતું.

જેમાં બજાજ હેલ્થ કંપની દ્વારા સ્વ ખર્ચે નવા નિર્માણ થનાર ગેટ અંગે ખાત મુર્હૂત કરવામાં આવ્યું જેમાં બજાજ કંપની ના વાઇસ પ્રેસિડેન્ટ એન ,આર સોની, ગોઠડા જિલ્લાપંચાયતના સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ, તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;