સાવલીના પ્રવેશદ્વારના ઉબડખાબડ માર્ગથી પરેશાની - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સાવલીના પ્રવેશદ્વારના ઉબડખાબડ માર્ગથી પરેશાની

સાવલીના પ્રવેશદ્વારના ઉબડખાબડ માર્ગથી પરેશાની

 | 3:07 am IST

સાવલી નગરના પ્રવેશદ્વાર સમા સાવલી હાઇસ્કૂલ વાળો રોડ અને પીડબલ્યુડી ઓફ્સિના બાજુમાં આવેલો રોડ ભારે ઊબડખાબડ થઇ ગયો

સાવલી

સાવલી નગરમાં પ્રવેશવાના મુખ્ય દ્વાર સમા રસ્તાઓ ભારે ઉબડખાબડ અને જર્જરિત થઈ ગયા હોવા છતાંય પાલિકા સત્તાધીશોનુ પેટનું પાણી હાલતું નથી. જ્યારે પાલિકાના કોર્પોરેટર દ્વારા રાજ્ય સરકારના ખાડા પૂરવાના અભિયાનમાં વોટસએપ ફેટા અને સંપૂર્ણ માહિતી સાથે રજૂઆત કરવા છતાં સમારકામ થતા નગરજનોમાં ભારે રોષ ફટી નીકળ્યો છે. સાવલી નગરના પ્રવેશદ્વાર સમા સાવલી હાઇસકૂલ વાળો રોડ અને પીડબલ્યુડી ઓફ્સિના બાજુમાં આવેલો રોડ ભારે ઊબડખાબડ થઇ ગયો છે સાવલી પાલિકામાં વર્ષોથી ભાજપ શાસિત બોર્ડ છે પરંતુ પાલિકાના સત્તાવાળાઓ નગરની ધોરી નસ સમાન રોડ પ્રત્યે ભારે ઉદાસીનતા દાખવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા ચાર વર્ષમાં બબ્બે વાર રોડ બની ચૂક્યો છે પરંતુ કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાના કારણે તેમજ કેટલાક કોર્પોરેટરોની સાઠગાંઠ કારણે રોડ તકલાદી બનવા પામ્યો છે જાણવા મળ્યા પ્રમાણે ૨૦૧૬માં રોડ  એક કરોડ વીસ લાખ રૂપિયા માતબર રકમ થી બનવા પામ્યો હતો અને ત્યારબાદ માસમાં રોડ તુટી જવા પામ્યો હતો જે રોડ કોન્ટ્રાક્ટરની ગેરેન્ટી પિરિયડ માં હતો તેમાં રીપેર કરાવવાને બદલે વધુ ૧૭ લાખના ખર્ચે રીપેરીંગ કરવામાં આવ્યું હતું ત્યારે પણ હાલમાં હાલત ઘરે ખખડધજ થઈ ગઈ છે.

રોડ પર તાલુકા પંચાયત સાવલી હાઇસકૂલ સાવલી ઉપાસના મંદિર  કન્યા વિદ્યાલય તેમજ જન્મોત્રી હોસ્પિટલ જવાનો મુખ્ય માર્ગ છે તેમ છતાંય રોડની મરામત કરવામાં આવતી નથી હાલ આરોડ પરથી પસાર થવું ભારે દુર્ગંધ થઈ ગયું છે એસટી બસ ટ્રક અથવા ભારદારીવાહનોને અવરજવર કરવા માટે એક રોડ ચાલુ છે સાવલી તાલુકો ઇન્ડસ્ટ્રીયલ એરીયા હોય સાથે સાથે સાવલી ને પંચમહાલ તેમજ ગોધરા રોડ પર જવા માટે હાલ એક રોડ ભારદારી વાહનો માટે કાર્યરત છે રોડ પર પસાર થતા વાહનો થી ભારે ધૂળની ડમરીઓ ઉડી રહી છે જે આજુબાજુની સોસાયટીના રહીશો માટે મારે આપદા નો વિષય છે પરંતુ પાલિકા દ્વારા કોઈપણ જાતનું સમારકામ કે માટી મેટલિંગ પણ કરવામાં આવતું નથી

હાલમાં રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબરથી ૧૦ ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યમાં ખાડા પૂરો અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં સાવલી નગરપાલિકાના કોર્પોરેટર હસુભાઈ પટેલ દ્વારા પાલિકાના મુખ્ય માર્ગના ફેટા તેમજ અન્ય વિગતો તેમજ સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર ની કોપીઓ મોકલવામાં આવી હતી પરંતુ જાણે રાજ્યમાં લેવામાં આવતા નિર્ણયો સાવલી તાલુકા માટે અમલમાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા ખાડા પૂરવામાં આવ્યા છે પરંતુ નગરના મુખ્ય માર્ગના ખાડા આજે પણ ભારે બદતર હાલતમાં છે અને ખખડધજ રસ્તાઓના કારણે દ્વિચક્રી વાહન ચાલકો અને ભારે વ્હિકલો તેમજ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ભારે આશ્ચર્યની વાત છે કે સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા ખાડા પુરાતા હોય તો સાવલી પાલિકા દ્વારા ખાડા કેમ નથી પૂરવામાં આવતા ??? જે ભારે અચરજ પમાડે તેવું છે . શું સાવલી તાલુકામાં અને અન્ય તાલુકામાં રાજ્ય સરકારની યોજનાઓ અલગ અલગ છે ?? તેવા નગરજનો સવાલો કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં દિવાળી બેસતુ વર્ષ ભાઇબીજ જેવા પવિત્ર તહેવારો આવવાના છે ત્યારે સંવેદનશીલ સરકાર ની તેમજ ગતિશીલ સરકારની શાખા સાવલી પાલિકાનું સુકાન સંભાળી રહી છે ત્યારે નગરજનો અને તાલુકા જનોને પડતી હાલાકીનો હલ વહેલી તકે લાવે તેવી માંગ ઉઠી છે અને નગરમાં ચાલતો અંધેર વહીવટ વહેલી તકે સુધરે અને નગરજનોની સમસ્યાનો વહેલી તકે નિકાલ આવે તે જરૂરી થઇ પડયું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;