સાવલી અને ડેસરના દલિત સમાજ દ્વારા રેલી કાઢી આવેદનપત્ર અપાયું - Sandesh
  • Home
  • Baroda
  • સાવલી અને ડેસરના દલિત સમાજ દ્વારા રેલી કાઢી આવેદનપત્ર અપાયું

સાવલી અને ડેસરના દલિત સમાજ દ્વારા રેલી કાઢી આવેદનપત્ર અપાયું

 | 1:22 am IST

સાવલી તા.૨૨

સાવલી તાલુકા અને ડેસર તાલુકાના દલિત સમાજ દ્વારા ઊના તાલુકાના સમઢીયાળા ગામે દલિત સમાજના યુવાનો પર થયેલા અમાનુષી અત્યાચારના તમામ આરોપીઓની ધરપકડ કરી હાઇકોર્ટના સિટિંગ જજ પાસે બનાવની તપાસ કરી સખતમાં સખત સજાની માગ કરતું આવેદનપત્ર નગરના માર્ગો પર રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી પ્રાંત ઓફિસરને પાઠવ્યું છે.

સાવલી-ડેસર દલિત સમાજ દ્વારા ઊનામાં થયેલા દલિત યુવાનો પર થયેલા અત્યાચારને સખત શબ્દોમાં વખોડીને આ બનાવમાં એફઆઇઆરમાં કરવામાં આવી છે. તેમજ હાઇકોર્ટના સિટિંગ જજ દ્વારા તલસ્પર્શી તપાસ અને ઝીણવટભરી તપાસ તેમજ વૈજ્ઞાાનિક તપાસ કરાવવાની માગ કરી છે , સમગ્ર બનાવમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા તેમજ ગામના સરપંચની ભૂમિકા તેમજ અન્ય સામેલની તપાસ અને પોલીસ આરોપી બનાવવાની માગ કરી છે તેમજ સરકારે સસ્પેન્ડ કરેલા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ નવીન સુધારેલ એટ્રોસિટીની કલમ મુજબ કાર્યવાહી કરી રાજ્ય સરકાર ફરિયાદી બની એફઆઇઆર દાખલ કરવાની માગ કરી છે.

સાથે સાથે ગુજરાતના કેટલાક ગામોમાં દલિતોને મંદિરમાં પ્રવેશ નથી જાહેર પીવાના પાણીના સ્ત્રોતથી દલિતો પાણી લઇ શકતા નથી. પ્રાથમિક શાળામાં ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં દલિત વિદ્યાર્થીઓને અલગ બેસાડવામાં આવે છે તો આક્ષેપ લગાવી અપમાન બંધ કરી રાજ્યમાં સામાજીક સર્વે કરી અપમાન નાબૂદ કરવાની મ ાગ કરી છે તેમજ દલિતો માટે જુદા પીવાા પાણીની વ્યવસ્થા અને જુદા સ્મશાનગૃહ યોજના સરકાર દ્વારા ચાલે છે તે બંધ કરીને ગામના તમામ લોકો એક જ જગ્યાએથી બધી વ્યવસ્થા મળે તે માટે માગ કરી છે. રાજકીય પક્ષો જ્ઞાાતિ આધારિત જુદાજુદા મોરચા વિભાગો ચલાવે છે. જેના દ્વારા અસ્પૃશ્યતામાં વધારો થાય છે. દલિતોને જુદા રાખવામાં આવે છે તેથી આવા તમામ મોરચા વિભાગો બંધ કરાવવા માગ કરી છે. દલિતોના હક્કો સાથે નબળાવર્ગોના લોકોના હક્કો જાળવવામાં પણ નિષ્ફળ ગયેલ હોય રાજ્યના મુખ્યમંત્રી નૈતિકતાના ધોરણે રાજીનામુ આપે તેવી માગ કરતું આવેદનપત્ર માજી સામાજીક ન્યાય સમિતિના ચેરમેન જયેશભાઇ બાકરોલાની અધ્યક્ષતામાં ૨૦૦થી વધુ દલિત આગેવાનોએ સમગ્ર સાવલી નગરમાં રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી તાલુકા સેવા સદન ખાતે જઇ પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું.

 સંખેડામાં દલિતો પર અત્યાચારના વિરોધમાં રેલી

સૂત્રોચ્ચાર સાથે નિકળેલી રેલીએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

સંખેડા ઃ સંખેડા તાલુકા દલિત સમાજ દ્વારા રેલી યોજી વિવિધ સૂત્રોચ્ચાર સાથે સંખેડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં દિન પ્રતિદિન અનુસૂચીત જાતિ ઉપર અત્યાચાર બેફામ વધી રહ્યાં છે. ગુજરાતમાં જ્યારથી ભાજપા સરકાર બની છે ત્યારથી ગુનેગારોને મોકલુ મેદાન મળી ગયું છે. છાશવારે અનુસુચીત જાતિ ઉપર હુમલા બહિષ્કાર બળાત્કારના બનાવો પણ વધ્યા છે. કાયદો અને વ્યવસ્થા સાવ નિષ્ફળ ગયા છે. ગુંડાગર્દી વિસ્તરે છે. અનુસુચીત જાતિના લોકો પર જાહેરમાં હુમલો કરનારને કાયદાનો કોઇ ડર રહ્યો નથી. જેનાથી અમો ઘણા દુઃખી છે જેથી ન છૂટકે વિરોધ પ્રદર્શીત કરીને એવી આશા સાથે આવેદનપત્ર આપવામાં આવે છે કે આ ગંભીર બાબતોને ધ્યાને લઇ સંવેધાનિકરુપથી અનુસૂચીત જાતિ પિડીત પરિવારોને ન્યાય મળે અને હવે પછી આવા અમાનવીય બનાવો ન બને તે માટે સખત કાયદો અને વ્યવસ્થા અમલી બનાવી જે નિંદનીય ઘટના ઘટી તે મુજબ ગીર સોમનાથના ઉનાના મઢીબારા ગામે મૃત ગાયનું ચામડુ ઉતારવા ગયેલા અનુસૂચીત જાતિના યુવાનો ઉપર ગૌરક્ષાના ગુંડાઓએ હુમલો કરી જાહેરમાં કપડા ઉતારી ઢોર માર મારવાનું અધમ કૃત્ય માફ ન કરી શકાય જેનો અમો સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીે આવા લોકોની સામે સખત કાર્યવાહી થાય જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને જેની માગ સાથે સંખેડા મામલતદારને આવેદન આપ્યું હતું.

  ઊનાના દલિતો પર અત્યાચારના વિરોધમાં કરજણ કોંગ્રેસની રેલી ઃ ધરણા પણ કરાયાં

કરજણ ઃ ઊના તાલુકાના મોટા શમઢિયા ગામના દલિત યુવાનોને કહેવાતા ગૌરક્ષકો દ્વારા ઢોર માર મારી અત્યાચાર ગુજારાયો હતો. તેના વિરોધમાં કરજણ નગર તાલુકાના કોંગ્રેસ કાર્યકરોએ નવાબજાર ખાતે આવેલી આંબેડકર પ્રતિમા પાસે એકત્ર થઇ ફૂલહાર વિધિ કરી રેલી સ્વરૃપે નીકળી કરજણ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને અત્યાચાર ગુજારનારને સખતમાં સખત સજા થાય તેવી માંગણી કરી છે.આ ઉપરાંત કરજણ નગર અને તાલુકાના દલિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં કરજણ નવાબજાર ખાતે આવેલી આંબેડકરની પ્રતિમા પાસે એકત્ર થઇને ફૂલહાર વિધી કરી પ્રતિમા પાસે જ ધરણાનો કાર્યક્રમ યોજયો છે. અને દલિતો પર ગુજારેલા અત્યાચારનો વિરોધ કરી અત્યાચાર ગુજારનારાઓને કડકમાં કડક સજા થવી જોઇએ અને યોગ્ય ન્યાય મળવો જોઇએ તેવા સુત્રોચ્ચાર કરાયા હતા. વધુમાં સમાજ માટે સંગઠન મજબૂત બનાવવાની રજૂઆત કરાઇ છે.