સાવલી ગંગોત્રી હાઈ. ખાતે પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન યોજાયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સાવલી ગંગોત્રી હાઈ. ખાતે પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન યોજાયું

સાવલી ગંગોત્રી હાઈ. ખાતે પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન યોજાયું

 | 3:21 am IST

પોલીસના નાગરિક સુરક્ષાના હથિયારો નું પ્રદર્શન યોજી કાર્યક્રમ થયાં

ા સાવલી ા

સાવલી ગંગોત્રી હાઇસ્કુલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હતુ તેમજ સાયકલ રેલી અને પગપાળા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

સાવલીની ગંગોત્રી શાળામાં વડોદરા ગ્રામ્યપોલીસ ના ડીવાયએસપી ની અધ્યક્ષતા માં ૭૫ માં આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત પોલીસ ના નાગરિક સુરક્ષા ના હથિયારો નું પ્રદર્શન યોજી જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભારતના વીર શહીદોની યશગાથા સંભળાવીને શ્રાદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે સાથે પોલીસ પ્રજાનો મિત્ર છે અને રાષ્ટ્રીય એકતા માં પોલીસની ભૂમિકા વિશે પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને પોલીસ સત્ય અને અહિંસા દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉક્તિ સાર્થક કરવા માટે પોલીસ વિભાગની કામગીરી સૌને અવગત કરાવવા માં આવ્યા હતા

સાવલીની ગંગોત્રી શાળામાં વડોદરા ગ્રામ્યપોલીસ ના નાયબપોલીસઅધિક્ષક પી,આર,પટેલ ની અધ્યક્ષતા માં રાજ્યભર માં ૭૫,મા અમૃતમહોત્સવ ની થઈ રહેલ ઉજવણી ના ભાગરૂપે સુરક્ષાસેતુ સોસાયટી દ્વારા શાળાના વિદ્યાર્થીઓ ને પોલીસ ની નાગરિક સુરક્ષા માટે ની કામગીરી, પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને સ્વચ્છતાની જાળવણી, નશામુક્તિ, ની જનજાગૃતિ સાથે નાગરિકસુરક્ષા,કાયદાનું પાલન, અને પોલીસ પ્રજાનોમીત્ર બની ગુનેગારો સામે પોલીસ પ્રજાનો રક્ષક છે તેની સમજ આપવામાં આવી હતી સાથે સાથેપોલીસ દ્વારા નાગરિક સુરક્ષા માટે વપરાતા વિવિધ હથિયારો નું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને તેની ઉપયોગિતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીનીઓ ને મહિલા ઓ ની સુરક્ષા માં ૧૮૧ હેલ્પલાઇન ની કામગીરી ની સમઝ અપાઈ હતી જ્યારે ગુનેગાર ને શોધવા ડોગસ્કોડ ની પણ ભૂમિકાનું અને ડોગ સ્કોડ ના વિવિધ કરતબો રજૂ કરવામાં આવ્યા હતા જનજાગૃતિ કેળવી હતી આ પ્રસંગે સાવલી પોલીસ મથક ના પીએસઆઇ એ,આર, મહીડા લાલાભાઇ મહિડા સહિતનો પોલીસ સ્ટાફ્ અનેગંગોત્રીશાળાના સંચાલકો ટ્રસ્ટી, આચાર્ય શાળા સ્ટાફ્ ઉપસ્થિત રહ્યા હતા.

ચલામલી હાઈસ્કૂલમાં ગરબા મહોત્સવની  રંગેચંગે ઉજવણી કરવામાં આવી

અલીપુરા ઃ ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યાંના ૭૫ વર્ષ પૂર્ણ થયા તે અંતર્ગત ભારત સરકાર ઘ્વારા સમગ્ર દેશમાં ભારત સરકારના વિવિધ વિભાગો  ઘ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો કરી કોરોનાની ગાઇડલાઇન અનુસરીને કરવા સૂચના આપવામાં આવેલ છે જેને લઈને રાજ્ય સરકારના વિવિધ વિભાગો ઘ્વારા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.બોડેલી તાલુકાના ચલામલી ગામે માતૃશ્રાી અમરતબા ભગત હાઈસ્કૂલમાં ગરબા મહોત્સવનું આયોજન શાળાના ઈ.આચાર્ય મહેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળ ગોઠવવામાં આવ્યો હતો.જેમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ગરબા મહોત્સવ નિમિતે ગણવેશમાંથી મુક્તિ આપતા ટ્રેડિશનલ પહેરવેશમાં આવ્યા હતા.જેમાં વિદ્યાર્થીઓ,શૈક્ષણિક સ્ટાફ્ અને શાળા સંચાલક મંડળના સભ્યો ઉપસ્થિત રહી ગરબા મહોત્સવને સવારે આઠ કલાકે સામુહિક માતાજીની આરતી કરીને ખુલ્લો મુક્યો હતો.શાળાના ખુલ્લા મેદાનમાં સફ્ેદ લાઈન દોરીમાં સોસીયલ ડીસ્ટન્સમાં રાખીને ત્રણ તાલી,દોઢિયુ,ટીમલી અને ઘોઘો ડી.જે ના તાલે ગરબા રમાડવામાં આવ્યો હતા.જેમાં દરેક ધોરણ પ્રમાણે સારા વિદ્યાર્થી ખેલૈયાઓને ત્રણ નંબર આપી ઇનામ અને સર્ટિફ્કિેટ શાળા સંચાલકો,શૈક્ષણિક સ્ટાફ્ના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.ગરબા મહોત્સવમાં ગામના દાતા ઘ્વારા વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામોની વ્યવસ્થા કરવામાં આવી હતી.ગરબા મહોત્સવના સુંદર આયોજનથી વિદ્યાર્થીઓમાં સવારથી જ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.સમગ્ર ગરબા મહોત્સવનું આયોજન કરવા બદલ શાળાના પ્રમુખશાંતિભાઈ પટેલ,ઉપપ્રમુખ મુચકંદભાઈ ભગત,મંત્રી ચંદ્રવદનભાઈ પટેલ,સલાહકાર અને પૂર્વ આચાર્ય કનુભાઈ પટેલ,ટ્રસ્ટી ભગુભાઈ પંચોલીએ શાળા શૈક્ષણિક સ્ટાફ્ ઈ.આચાર્ય મહેન્દ્રભાઈ,નિરાલીબેન,મયુરીબેન,ગોપાલભાઈ,જસવંતસિંહ,તરુણભાઇ અને ઇનામના દાતાર પરિમલ પટેલનો આભાર પ્રગટ કર્યો હતો.આમ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચલામલી હાઈસ્કૂલમાં ગરબા મહોત્સવની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. શાળામાં ગરબાના આયોજનથી અનેરો ઉત્સાહ છવાયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;