સાવલી તાલુકાની ૪૫ વર્ષની મહિલા પર નાની ભાડોલના સરપંચનો હુમલો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સાવલી તાલુકાની ૪૫ વર્ષની મહિલા પર નાની ભાડોલના સરપંચનો હુમલો

સાવલી તાલુકાની ૪૫ વર્ષની મહિલા પર નાની ભાડોલના સરપંચનો હુમલો

 | 2:33 am IST

પીછો કરી પરેશાન કરવા અંગે મહિલાએ ઠપકો આપતા હુમલો

મહિલાને પાળિયાના ઘા વાગતા સારવાર માટે ખસેડાઇ

 

સાવલી

સાવલી તાલુકાની ૪૫ વર્ષીય મહિલાને ઘણા દિવસથી નાની ભાડોલ ગામનો સરપંચ પીછો કરી પરેશાન કરતો હતો. અંગે મહિલાએ ઠપકો આપતા અદાવત રાખીને મહિલા પર હુમલો કરી જાનથી મારી નાખવાના પ્રયાસ કરતા પોલીસે સરપંચને ઝડપી પાડયો છે.

સાવલી તાલુકાની ૪૫ વર્ષીય મહિલાએ પોતાની ફ્રિયાદમાં નોંધાવ્યું છે કેછેલ્લા ઘણા સમયથી નાની ભાડોલ ગામનો સરપંચ મહેશ રામાભાઇ ચૌહાણ છેલ્લા ઘણા સમયથી મહિલાનો પીછો કરી હેરાન કરતો હતો. હવામાન ગતરાત્રીના સમય મહિલા નવરાત્રિના ગરબા ગાઈને અન્ય મહિલાઓ સાથે પરત ફ્રી રહી હતી ત્યારે સરપંચ મહેશે તેનો પીછો કરીને પાછળ જઈ રહ્યો હતો. ઘટના ધ્યાને આવતા મહિલાએ પોતાનો પીછો કેમ કરે છે તેમ કહીને રોક્યો હતો. તેમજ આવું ફ્રી કરવા સમજાવ્યો હતો ઘટનાની અદાવત રાખીને આજરોજ મહિલા પોતાના ઘરના વાડામાં આવેલ નવાણિયા માં ન્હાવા બેઠી હતી.

 ત્યારે સરપંચ ફ્રીથી આવ્યો હતો અને ઉશ્કેરાઈ જેમતેમ ગાળો બોલીને આજે તો તને મારી નાખવી છે એમ કહીને ધારદાર પાળિયા વડે ગળાના ભાગે હુમલો કર્યો હતો. ન્હાવા બેઠેલી મહિલાએ હાથ વચ્ચે કરી દેતા હાથમાં ઈજા પહોંચી હતી ત્યારબાદ ફ્રીથી પારિયું ડાબા હાથના બાવડા ઉપર મારી ઈજા કરી હતી. દરમિયાન મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુ ના રહીશો દોડી આવતા હુમલાખોરો ફ્રાર થઈ ગયો હતો.

આજુબાજુના લોકોએ ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક દવાખાને ખસેડી હતી બનાવની જાણ સાવલી પોલીસને થતા સાવલી પોલીસે મહિલાની ફ્રિયાદના આધારે આરોપી સરપંચ વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ મુજબ ગુનો નોંધી ગણતરીના  કલાકોમાં ઝડપીને જેલભેગો કર્યો છે જ્યારે સરપંચ જેવા હોદ્દેદારે ૪૫ વર્ષીય મહિલા પર હુમલો કર્યાના સમાચાર વાયુવેગે તાલુકામાં પ્રસરી જતા ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;