સાસણ નેશનલ પાર્કમાં ૪પ કેમેરા વનરાજો માટે લાયન એમ્બ્યુલન્સ - Sandesh
 • Home
 • Jamnagar
 • સાસણ નેશનલ પાર્કમાં ૪પ કેમેરા વનરાજો માટે લાયન એમ્બ્યુલન્સ

સાસણ નેશનલ પાર્કમાં ૪પ કેમેરા વનરાજો માટે લાયન એમ્બ્યુલન્સ

 | 12:20 am IST

 • સિંહોના મોત પછી હવે જંગલ પર બાજનઝર
 • પાર્કમાં ડે-નાઈટ વિઝનવાળા કેમેરા મૂકવામા આવ્યા
  રાજકોટ : સિંહોના મૃત્યું બાદ વન વિભાગ હવે જાગૃત થઈ ગયું છે. સિંહો અને જંગલ ઉપર બાજનઝર રાખવા સાસણ નેશનલ પાર્કમા આખરે ડે-નાઈટ વિઝનના ૪૫ ગોઠવવામા આવ્યા છે. તેમજ સાસણ રેસ્કયુ સેન્ટર ખાતે લાયન એમ્બ્યુલન્સ પણ શરૂ કરવામા આવી છે. સિંહોના સંવર્ધન અને સુરક્ષા માટે તેમની હિલચાલ ઉપર નજર રાખવા માટે નેશનલ પાર્કમાં ૪૫ કરતા પણ વધારે કેમેરા ગોઠવવામા આવ્યા છે. આ કેમેરા દિવસ અને રાત્રિના સમયના ફોટા લઈ શકે તેવી ટેકનોલોજી ધરાવે છે. વનવિભાગની દેખરેખ હેઠળ આ કેમેરા કામ કરી રહ્યા છે. જેમા ૧૬ જીબીનુ મેમરી કાર્ડ રાખવામા આવ્યું છે. આ સેન્સર કેમેરા છે જેથી પ્રાણીઓની તમામ અવર જવરના ફોટા પાડી સંગ્રહ કરી રાખે છે અને દર ૬ દિવસ બાદ આ ફોટાને કેમેરામાંથી લઈ શકાશે.
  જેથી હવે સિંહો સહિતના તમામ પ્રાણીઓની હિલચાલ ઉપર નજર રાખવું શકય બન્યું છે. તેમજ જૂનાગઢના સાસણની રેસ્કયુ ટીમને વધુ સગવડ મળે અને તેઓ વધુ પ્રાણીઓના જીવ બચાવી શકે તેવા આશયથી લાયન એમ્બ્યુલન્સ શરૂ કરવામા આવી છે.
  કારણ કે કયારેક વન્ય પ્રાણીઓની હાલત અત્યંત ગંભીર હોય ત્યારે રેસ્કયુ સેન્ટર સુધી પહોચવામા મુશ્કેલી થાય છે તેવા સમયે આ એમ્બ્યુલન્સ દ્વારા પ્રાણીઓને સ્થળ ઉપર જ સારવાર આપી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન