સિંગલ યૂઝ પ્લાસ્ટિકના નિકાલ માટે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક સિમેન્ટ કોંક્રિટ ક્યૂબ બનાવ્યું - Sandesh
  • Home
  • Bhavnagar
  • સિંગલ યૂઝ પ્લાસ્ટિકના નિકાલ માટે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક સિમેન્ટ કોંક્રિટ ક્યૂબ બનાવ્યું

સિંગલ યૂઝ પ્લાસ્ટિકના નિકાલ માટે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક સિમેન્ટ કોંક્રિટ ક્યૂબ બનાવ્યું

 | 3:56 am IST
  • Share

 જ્ઞાાનમંજરી કોલેજના આઠ વિદ્યાર્થીઓનું સંશોધન

સામાન્ય સિમેન્ટ કોંક્રિટના ક્યૂબ કરતાં પ્લાસ્ટિકના ક્યૂબની મજબૂતાઈ 30 ટકા વધુ હોય છે

સમગ્ર વિશ્વમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને પોલિમર કે, જેનો નાશ નથી થતો. તો આવા પ્લાસ્ટિકને વર્ષો સુધી દિવાલમાં જડવાનો ફેર્મ્યુલા ભાવનગરની જ્ઞાાનમંજરી કોલેજના વિદ્યાર્થીઓએ શોધી છે. કોલેજના સિવિલ વિભાગના 8 વિદ્યાર્થીઓએ સંશોધન કરીને સિમેન્ટ ક્રોંક્રિટના સામાન્ય ક્યૂબ સામે પ્લાસ્ટિકને માઈલ્ડ કરીને, કેટલી માત્રામાં ભેળવીને પ્લાસ્ટિક સિમેન્ટ કોંક્રિટ ક્યૂબ બનાવ્યું છે.

ભાવનગર શહેરના સિડસર રોડ પર આવેલી જ્ઞાાનમંજરી કોલેજના ટેક્નોલોજી વિભાગમાં સિવિલ એન્જિનિયરીંગ કરતા 8 વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસના અંતના વર્ષમાં એક પ્રોજેકટ કર્યો છે. આ પ્રોજેકટ કોર્પોરેટ જગતમાં થતા બાંધકામ ક્ષેત્ર માટે કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ હાલમાં વિશ્વમાં નાશ ન થતા અને પૃથ્વીને નુકશાનકારક બનેલા પ્લાસ્ટિકના નિકાલ કરવા એક ક્યૂબ બનાવ્યું છે. સિમેન્ટ ક્રોંક્રિટની ક્યૂબ સંશોધન બાદ પ્લાસ્ટિક કોંક્રિટ ક્યૂબ તરીકે ઓળખવામાં આવે છે. કોલેજના એન્જિનિયરીંગના સિવિલ વિભાગના વડાએ વિદ્યાર્થીના સંશોધનને ખૂબ ફયદાકારક ગણાવ્યું છે.

વિદ્યાર્થીઓ પૈકીના એક નિયતી ચૌહાણે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકને માઈલ્ડ કરીને સિમેન્ટ કોંક્રિટનું એક ક્યૂબ બનાવવામાં આવ્યું છે. પછી તેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. સામાન્ય સિમેન્ટ કોંક્રિટના ક્યૂબ કરતા પ્લાસ્ટિકનું સિમેન્ટ કોંક્રિટનું ક્યૂબ 30 ટકાથી લઈને વધુ મજબૂતાઈ ધરાવે છે. કોઈ પણ બિલ્ડીંગ ઉભી કરવામાં આવે પ્લાસ્ટિક સિમેન્ટ કોંક્રિટથી તો તેની મજબૂતાઈ 10 વર્ષ વધી જાય છે. સિવિયર ધરતીકંપમાં પણ તે પકડ રાખે છે. બીજું કે પ્લાસ્ટિક કે જે નાશ નથી થતું સિંગલ યૂઝ પ્લાસ્ટિક તેને કેટલીક ક્ષમતાએ માઈલ્ડ કરીને સિમેન્ટ કોંક્રિટ ભેળવવામાં આવે અને બાદમાં ક્યૂબ બનાવવામાં આવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો