સિટીબસના કર્મીઓની દાદાગીરી : બસ સાથે રિક્ષા અથડાતાં વૃદ્ધને રોડ પર બેસાડીને તમાચા ફટકાર્યાં - Sandesh
  • Home
  • Gujarat
  • સિટીબસના કર્મીઓની દાદાગીરી : બસ સાથે રિક્ષા અથડાતાં વૃદ્ધને રોડ પર બેસાડીને તમાચા ફટકાર્યાં

સિટીબસના કર્મીઓની દાદાગીરી : બસ સાથે રિક્ષા અથડાતાં વૃદ્ધને રોડ પર બેસાડીને તમાચા ફટકાર્યાં

 | 4:08 am IST
  • Share

 કાલાવડ રોડ પરનો બનાવ : વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

ડ્રાઈવર અને કંડક્ટરને સસ્પેન્ડ કરાયા : એજન્સીને પેનલ્ટીની કાર્યવાહી હાથધરાઈ

રાજકોટમાં સિટીબસના કર્મચારીઓની દાદાગીરી સામે આવી છે. કર્મચારીઓનો વૃદ્ધને માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. રાજકોટના કાલાવડ રોડ પર સિટીબસ સાથે રિક્ષા અથડાઈ હતી. બાદમાં સિટીબસના ડ્રાઇવર-કન્ડક્ટર સહિત અન્ય કર્મચારીઓ એકત્ર થયા હતા અને વૃદ્ધ રિક્ષા-ચાલકને જમીન પર બેસાડીને માર માર્યો હતો. વીડિયો વાઇરલ થતાં મનપા કમિશનરે બસના ડ્રાઇવર અને કન્ડક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

મવડી તરફ્ જતી સિટી બસ અક્ષર મંદિર સામેના બસ સ્ટોપ પર પહોંચીને ઊભી રહી હતી. ત્યારે પાછળથી આવતી રીક્ષામાંથી મુસાફ્ર ઉતર્યા હતા અને સિટી બસમાં ચડયા હતા. આ બાબતે રિક્ષા ચાલકે કન્ડક્ટર સાથે માથાકુટ કરી હતી. ઇસ્્જી બસ કંપનીના મેનેજરે જણાવ્યું હતું કે, બાદમાં આ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. જાહેર સ્થળે સરકારી બસ સેવાના માણસો આવું વર્તન કરે તે ચલાવી ન શકાય. આથી શિસ્ત ભંગ બદલ બંને કર્મચારીને સસ્પેન્ડ કરીને એજન્સીને પણ પેનલ્ટી કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલાસ્વામિનારાયણ મંદિર સામે સિટીબસ સ્ટોપ ખાતે એક વૃદ્ધ રિક્ષા-ચાલકને સિટીબસના કર્મચારીઓ માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં એક વૃદ્ધને રોડ પર બેસાડી સિટીબસના કર્મચારી માર મારી રહ્યા છે. આ સમગ્ર મામલે રાજકોટ મનપાના કમિશનર અમિત અરોરાએ ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો