સિનિયર સિટિઝન નવો ચીલો પાડે છે  - Sandesh
  • Home
  • Baroda
  • સિનિયર સિટિઝન નવો ચીલો પાડે છે 

સિનિયર સિટિઝન નવો ચીલો પાડે છે 

 | 3:21 am IST

આજે ઘેરઘેર ફરી સબરસ આપી

એકત્ર કરેલા નાણાંનું દાન કરશે

ા વડોદરા ા

શહેરના સામાજીક કાર્યકર દ્વારા સામાજીક સંસ્થાને દાન કરવાના ઉમદા હેતુથી બેસતા વર્ષે સવારે ઘરે-ઘરે સબરસ (મીઠું) આપી તેના મળેલા રૃપિયાનુ સામાજીક સંસ્થાઓને દાન કરે છે.

શહેરના સામાજીક કાર્યકર ધીરૃ મિસ્ત્રી સામાજીક સંસ્થાને દાન કરવાનું ઉમદા કાર્ય બેસતા વર્ષે કરશે. નવા વર્ષના પહેલા દિવસે ધીરૃ મિસ્ત્રી લોકોની ઘરે-ઘરે જઈ સબરસનું વેચાણ કરશે. સબરસ વેચ એકત્ર કરેલા નાણાં ધિરૃ મિસ્ત્રી સામાજીક સંસ્થાને દાન કરશે. આ સંદર્ભે ધીરૃ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, બાળપદમાં હું અને મારા મિત્રો સયાજીગંજ વિસ્તારમાં સબરસ વેચી નાણાં એકત્ર કરતાં હતાં. ગતવર્ષ બાળપદ યાદ આવતા મે આ કાર્ય પુનઃ શરૃ કર્યું છે. બેસતા વર્ષે મળસ્કે ૫થી સવારના ૭ઃ૩૦ સુધી હું સબરસ વેચી નાણાં એકત્ર કરીશ. સમાજ જોડે નિસબસતા તથા તંદુરસ્ત બનાવવાનો પણ મારો ઉદ્દેશ છે. ઉલ્લેખનીય છે કે, ધીરૃ મિસ્ત્રી કથક ડાન્સર, ફિક્મ મેકર અને નેશનલ એવોર્ડી સહિત પૂર્વ ટેબલ ટેનિસ ચેમ્પિયન પણ છે.

;