સિહોરમાં દલિત મહાસંઘના મંત્રીને છાતીમાં દુઃખાવો ઉપડયો ઃ તોડફોડ - Sandesh
  • Home
  • Bhavnagar
  • સિહોરમાં દલિત મહાસંઘના મંત્રીને છાતીમાં દુઃખાવો ઉપડયો ઃ તોડફોડ

સિહોરમાં દલિત મહાસંઘના મંત્રીને છાતીમાં દુઃખાવો ઉપડયો ઃ તોડફોડ

 | 10:19 pm IST

(સંદેશ બ્યુરો) સિહોર, તા.ર૦

ઉના તાલુકાના સમઢિયાળા ખાતે મૃત પશુઓના ચામડા ઉતારવાનો વર્ષોથી પરંપરાગત ધંધો વ્યવસાય કરતા દલિત સમાજના યુવાનો પર કહેવાતા ગૌરક્ષો દ્વારા અમાનુષી અત્યાચાર કરાતા તેના ઘેરા પડઘા સિહોરમાં પડયા હતા.

જેના વિરોધમાં સિહોર દલિત સમાજ દ્વારા બુધવારે સવારે વડલા ચોક ખાતે સુત્રોચ્ચાર કર્યા હતા. શાળા બંધ કરાવવા નિકળ્યા હતા. ત્યાર બાદ દલિત અગ્રણી માવજીભાઈ સરવૈયા સહિતના યુવાનોએ અત્યાચારના મામલે વેપારીઓને સમજાવી દુકાનો બંધ કરવા રજૂઆત કરતા વેપારીઓએ દુકાનો બંધ કરી દિધી હતી. આમ સિહોર વેપારીઓનો સહયોગ મળતા બપોર બાદ સિહોર સજ્જડ બંધ રહ્યુ હતુ. દલિત સમાજ દ્વારા ચક્કાજામ કરાયા હતા. સાંજે દલિત સમાજ આવેદન પાઠવવા ગયુ ત્યારે દલિત મહાસંઘના મહામંત્રી માવજીભાઇ સરવૈયાને છાતીમાં દુઃખાવો ઉપડતા ભૂતા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ટોળાએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી ત્યાર બાદ તેમને ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતા.

  • વલભીપુરમાં દલિત સમાજ દ્વારા મામલતદારને આવેદન

વલભીપુર ઃ ઊનામાં દલિત સમાજ પર થયેલા અત્યાચારના વિરોધમાં વલભીપુર શહેર-તાલુકા દલિત સમાજ દ્વારા રેલી સ્વરૃપે નિકળી હાઇવે પર જકાતનાકા પાસે ચક્કાજામ કરી દીધુ હતું. જેના કારણે વાહન વ્યવહાર અડધો કલાકથી વધુ સમય ખોરવાઇ ગયો હતો. ત્યારબાદ દલિત અગ્રણીઓએ વિશાળ સંખ્યામાં મામલતદાર કચેરીએ જઇ આવેદન પત્ર પાઠવ્યું હતું.