સીએનું પરિણામ : બહેન નંદિની અગ્રવાલ ટોચના સ્થાને, ભાઈ સચિન ૧૮મા ક્રમે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Education
  • સીએનું પરિણામ : બહેન નંદિની અગ્રવાલ ટોચના સ્થાને, ભાઈ સચિન ૧૮મા ક્રમે

સીએનું પરિણામ : બહેન નંદિની અગ્રવાલ ટોચના સ્થાને, ભાઈ સચિન ૧૮મા ક્રમે

 | 2:00 am IST
  • Share

આઇસીએઆઇ દ્વારા સીએ ફાઇનલ અને ફાઉન્ડેશન (જુલાઇ-૨૦૨૧) નું પરિણામ જાહેર થયું છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ( નવા અભ્યાસક્રમ) માટેની અંતિમ પરીક્ષામાં ૮૩,૬૦૬ વિદ્યાર્થી બેઠા હતા, જે પૈકી  ૧૯ વર્ષની નંદીની અગ્રવાલ ૮૦૦ ગુણમાંથી ૬૨૪ ગુણ મેળવીને પરીક્ષામાં ટોપર રહી છે. તેના ૨૧ વર્ષના ભાઇ સચિન અગ્રવાલે અખિલ ભારત ૧૮મી રેન્ક મેળવી છે.

ભાઇબહેન મધ્યપ્રદેશના મોરેના જિલ્લાની વિક્ટર કોન્વેન્ટ સ્કૂલના વિદ્યાર્થી છે. ભાઇબહેને વર્ષ ૨૦૧૭માં ધોરણ ૧૨ની પરીક્ષા પસાર કરી હતી. નંદીની નાનાપણમાં  બે ધોરણથી આગળ જ અભ્યાસ શરૃ કર્યો હતો. તેથી ધોરણ બેથી જ નંદીની પોતાના મોટાભાઇ સાથે જ ભણે છે. નંદીની કહે છે કે,’ મારો ભાઇ અને હું  શાળામાં એક જ ધોરણમાં ભણતા હતા. આઇપીસીસી અને સીએની અંતિમ કસોટી માટે પણ અમે સાથે જ અભ્યાસ કર્યો છે. અમે અભ્યાસમાં એકબીજાને મદદ કરીએ છીએ, પરંતુ એકબીજાની આલોચના પણ કરતા રહીએ છીએ. ઘણીવાર એવું બન્યું છે કે  હું આશા ગુમાવા લાગી હોઉં, પરંતુ મારા ભાઇએ મને હિંમત આપી છે. અમે જ્યારે પ્રશ્નપત્ર ચેક કરતા હોઇએ છીએ ત્યારે હું ભાઇના જવાબો ચકાસું છું અને ભાઇ મારા જવાબો ચકાસે છે. નંદીની આઇપીસીસી પરીક્ષામાં પણ ૩૧મી રેન્ક મેળવી ચુકી છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન