સીએ  ફાઈનલમાં શહેરનો વિદ્યાર્થી શાન શાહ દેશમાં પાંચમા ક્રમે  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સીએ  ફાઈનલમાં શહેરનો વિદ્યાર્થી શાન શાહ દેશમાં પાંચમા ક્રમે 

સીએ  ફાઈનલમાં શહેરનો વિદ્યાર્થી શાન શાહ દેશમાં પાંચમા ક્રમે 

 | 3:04 am IST

ગત જુલાઈ મહિનામાં આઇસીએઆઇ દ્વારા પરીક્ષા યોજાઇ હતી

આઇસીએઆઇ દ્વારા સીએ  ફાઈનલ ઑલ્ડ કોર્સ અને ન્યૂ કોર્સનું રીઝલ્ટ જાહેર

ા વડોદરા ા

શહેરનો વિદ્યાર્થી શાન શાહ સીએ ફાઈનલની એક્ઝામમાં દેશભરમાં પાંચમા ક્રમે રહ્યો છે. શાન શાહે શહેરમાં ટોપ કરવાની સાથે સાથે તે સમગ્ર રાજ્યમાં પણ મોખરે છે. ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા – આઇસીએઆઇ દ્વારા ગત જૂલાઈ મહિનામાં સીએ ફાઈનલની એક્ઝામ લેવામા આવી હતી.

સી એ ફાઈનલના ઓલ્ડ કોર્સ માટે ૧૬૧૩૯ તેમજ ન્યૂ કોર્સ માટે ૮૩૬૦૬ વિદ્યાર્થીઓ નોંદાયા હતા. તેમજ સી એ ફાઉન્ડેશન માટે ૮૨૮૩૯ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

આઇસીએઆઇ દ્વારા સી એ ફાઈનલના ઓલ્ડ કોર્સ ના ફર્સ્ટ ગ્રુપની એક્ઝામ તા. ૫ થી ૧૧ જૂલાઈ દરમિયાન તેમજ સેકન્ડ ગ્રુપની એક્ઝામ તા. ૧૩ થી ૧૯ જૂલાઈ દરમિયાન આયોજીત કરવામા આવી હતી.

શાને સી એ ફાઈનલના બંન્ને ફર્સ્ટ અને સેકન્ડ ગ્રુપ એક સાથે જ ક્લીયર કરવામા સફળતા મેળવી છે. ફર્સ્ટ ગ્રુપમાં શાને ૫૦૦માંથી ૩૦૧ તેમજ સેકન્ડ ગ્રુપમાં ૫૦૦માંથી ૨૯૮ મળી કુલ ૫૯૯ માર્કસ મેળવ્યાં છે. એમ એસ યુનિ.માંથી ડીસ્ટીંક્શન સાથે બીકોમ કરનાર શાનને વિશ્વ પ્રસિધ્ધ શિક્ષણ સંસ્થામાંથી હવે માસ્ટર્સ કરવાની તમન્ના છે. શાનના પિતા ડો. આર. બી. શાહ સયાજી હોસ્પિટલમાં આરએમઓ તરીકે હાલ ફરજ બજાવી રહ્યાં છે. શાનની મોટી બહેન રૂહીએ પણ સીએની સાથે સીએમએનો અભ્યાસ કર્યો છે. હાલ તે હાવર્ડ યુનિ.માંથી માસ્ટર્સનો અભ્યાસ કરી રહી છે.

મધુર મનોજનું સીએફએ કરવાનું આયોજન

શહેરમાં સેકન્ડ રહેલાં મધુર મનોજે સી એ ફાઈનલના ફર્સ્ટ ગ્રુપમાં ૨૬૫ તેમજ સેકન્ડ ગ્રુપમાં ૨૪૦ સાથે કુલ ૫૦૫ માર્કસ મેળવ્યાં છે. એમ એસ યુનિવર્સિટીમાંથી બી કોમનો અભ્યાસ કરનાર મધર મનોજને સી એ પુરૂ કર્યા બાદ હવે ઈન્ડસ્ટ્રીમાં જોબ કરવાની ઈચ્છા છે. તક મળે તો ભવિષ્યમાં સીએફએ કે એફઆરએમ કરવાનું આયોજન પણ તે વિચારી રહ્યો છે.   નોંધનીય છે કે, મધુર મનોજે સી એ ફાઈનલના બંન્ને ફર્સ્ટ અને સેકન્ડ ગ્રુપ પહેલાં જ પ્રયત્ને પાસ કરવામા સફળતા મેળવી છે. તેમણે ઈન્ટર અને સી એ ફાઉન્ડેશન પણ પહેલાંજ પ્રયત્ને પાસ કર્યું છે.

શહેરમાં ત્રીજાક્રમે રહેલાં હર્ષિલને કોર્પોરેટમાં જોબ કરવી છે

સી એ ફાઈનલના ફર્સ્ટ ગ્રુપમાં ૨૪૮ તેમજ સેકન્ડ ગ્રુપમાં ૨૪૭ માર્કસ સાથે કુલ ૪૯૫ માર્કસ મેળવી હર્ષિલ કેતનભાઈ ગાંધી સી એ ફાઈનલમાં શહેરમાં ત્રીજા ક્રમે રહ્યો છે. સી એની સાથે એમ એસ યુનિવર્સિટીમાંથી બી કોમનો અભ્યાસ કરનાર હર્ષિલનુ કોર્પોરેટ કે અન્ય મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરવાનું આયોજન છે.

શહેરના ૧૧૨ વિદ્યાર્થીઓએ સીએ ફાઉન્ડેશન ક્લીયર કર્યું

સી એ ફાઉન્ડેશનની એક્ઝામ માટે વડોદરા ચેપ્ટરમાંથી ૪૨૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી ૧૧૨ વિદ્યાર્થીઓ સી એ ફાઉન્ડેશન ક્લીયર કરવામા સફળ રહેતાં આ એક્ઝામનુ વડોદરા ચેપ્ટરનુ રીઝલ્ટ એકંદરે ૨૫ ટકા કરતાં વધુ નોંધાયું હતુ. સફળ વિદ્યાર્થીઓ હવે સી એ ઈન્ટરનો અભ્યાસ શરૂ કરશે.

સ્વર્ગવાસી માતાનું સપનું પૂરું કરવા એક જ પ્રયત્નમાં સી.એ. ક્લીયર કર્યું

મેં ફર્સ્ટ એટેમ્પમાં જ સી.એ ક્લિયર કરી સિટિમાં પાંચમો રેન્ક મેળવ્યો છે. ભવિષ્યમાં મારે યુપીએસસીની પરીક્ષા ક્લિયર કરવી છે, તે સિવાય હું ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ક્ષેત્રે કારકિર્દી કરવાનું વિચારી રહી છું. શરુથી જ તમારે ૧૦ થી ૧૨ કલાક અવશ્ય વાંચવુ જોઈએ તેમજ દરરોજ રિવિઝન ચોક્કસથી કરવું જોઈએ. મારા ઘરમાંથી હું પ્રથમ સી.એ થઈશ. વર્ષ ૨૦૧૪માં મારી માતા માયા ગોયલ સ્વર્ગવાસી થયા હતા. તેમનું સ્વપ્ન હતું કે હું સી.એ.બનું. ત્યારથી જ તેમના સ્વપ્નને મેં મારું લક્ષ્ય બનાવી લીધું હતું.        – હર્ષિતા ગોવિંદ ગોયલ, હરિનગર

વાંચવાનો ઉત્સાહ અંત સુધી જાળવી રાખવો ખૂબ જરૂરી

મેં ફર્સ્ટ એટેમ્પમાં સી.એ ફાઈનલ ક્લિયર કરી સિટિમાં ચોથો રેન્ક મેળવ્યો છે. મારા મતે માત્ર કલાકોનું વાંચન પૂરતું નથી. શરુમાં લોકો ઉત્સાહી થઈ ૧૦ થી ૧૨ કલાક વાંચતા હોય છે. પરંતુ પછીથી ઉત્સાહ મંદ પડી જતો હોય છે. એવું ન કરી એકાગ્રતા સાથે અંત સુધી વાંચન કરવું જોઈએ. મારા કઝિન્સ અને માસા સી.એ હોવાથી હું તેમનાથી ઘણી પ્રેરિત થઈ હતી.     – પરિધિ

અદ્વૈત બક્ષી, વાસણા-ભાયલી રોડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;