સીતપોણ ગામે વિદ્યાર્થીઓનો એસ.ટી. બસને રોકી વિરોધ - Sandesh
  • Home
  • Baroda
  • સીતપોણ ગામે વિદ્યાર્થીઓનો એસ.ટી. બસને રોકી વિરોધ

સીતપોણ ગામે વિદ્યાર્થીઓનો એસ.ટી. બસને રોકી વિરોધ

 | 3:42 am IST

અનિયમિત બસોના કારણે ભારે હાલાકી

। પાલેજ ।

ભરૃચ તાલુકાના સીતપોણ ગામમાં અનિયમિત આવતી એસ.ટી.બસના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. ભરૃચના સીતપોણ ગામમાં વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી.બસને રોકીને વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી વિફરેલા વિદ્યાર્થીઓએ આજે બસ રોકીને વિરોધ નોંધાવ્યો હતો.

વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ સીતપોણ ગામે તરફ બસો અનિયમિત આવે છે. જેના કારણે અનેક મુસાફરો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. બસોની અનિયમિતતાને પગલે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર વર્તાઈ રહી છે. વિદ્યાર્થીઓએ એસ.ટી.તંત્રના નિયમિત બસો દોડાવવા માટે અવારનવાર રજુઆત કરી હતી. છંતા વિદ્યાર્થીઓ અને મુસાફરોની સમસ્યાઓનું આજદીન સુધી કોઈ નિરાકરણ આવ્યુ નથી. આખરે વિદ્યાર્થીઓએ સમગ્ર મામલાને લઈ કંટાળી જઈ બસને રોકી વિરોધ દર્શાવ્યો હતો.

;