સીમળખેડીથી બાયોડીઝલ ટેન્કર સાથે સંચાલક ઝડપાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સીમળખેડીથી બાયોડીઝલ ટેન્કર સાથે સંચાલક ઝડપાયો

સીમળખેડીથી બાયોડીઝલ ટેન્કર સાથે સંચાલક ઝડપાયો

 | 2:30 am IST

ા દાહોદ ા

દાહોદ એસઓજીએ બાતમી આધારે સીમળખેડી ગામેથી શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ભરેલ ટેન્કર સાથે સંચાલકને ઝડપી પાડયો હતો. પુરવઠા વિભાગને જાણ કરતા તેઓએ સ્થળ ઉપર પહોંચી મુદ્દામાલ જપ્ત કરી ટેન્કરને સીલ મારી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

દાહોદએસઓજી પીઆઈ એચ પી કરણ, પીએસઆઈ એન એમ રામી તથા એસઓજીનો સ્ટાફ્ પેટ્રોલીંગમા નિકળ્યા હતા. તે દરમ્યાન સીમળખેડી ગામે, સરસ્વતી બિલ્ડ કોન કંપનીના કેમ્પસમા ટેન્કરમા બાયોડીઝલ જેવુ શંકાસ્પદ પ્રવાહી રાખી વેચાણ કરાતુ હોવાની બાતમી મળી હતી. જેના આધારે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા વાંકોલ ગામનો મિનેશભાઈ લાલસીંગભાઈ બારીયા નામનો સંચાલક તથા બાયોડીઝલ ભરેલ એક ટેન્કર મળી આવ્યું હતુ. ટેન્કર બાબતે મિનેશ બારીયાને પુછતા તે પોતે સુપરવાઈઝર તરીકે સંચાલન કરતો હોવાનું જણાવ્યુ હતુ. અને સદર ટેન્કર તેમજ શંકાસ્પદ બાયોડીઝલ બાબતે કાગળો તેમજ આધાર પુરાવા માંગતા પોતાની પાસે ન હોવાનું જણાવ્યું હતુ. જેથી તાત્કાલીક જિલ્લા પુરવઠા અધિકારી દાહોદને જાણ કરતા તેઓ તાત્કાલીક સ્થળ ઉપર પહોંચી ગયા હતાટેન્કરમા ભરેલ બાયોડીઝલ આશરે ર૦૦૦ લીટર કિંમત રૂા.,૩૦,૦૦૦ તથા ટેન્કર રૂા.૪ લાખ મળી કુલ રૂા.,૩૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી બાયોડીઝલ ભરેલ ટેન્કર સીલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;