સુઆરેઝનો ૯૦મી મિનિટે ગોલ, એટ્લેટિકોએ ગટાફેને ૨-૧થી હરાવ્યું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • સુઆરેઝનો ૯૦મી મિનિટે ગોલ, એટ્લેટિકોએ ગટાફેને ૨-૧થી હરાવ્યું

સુઆરેઝનો ૯૦મી મિનિટે ગોલ, એટ્લેટિકોએ ગટાફેને ૨-૧થી હરાવ્યું

 | 1:04 am IST
  • Share

સ્ટાર ખેલાડી લૂઇસ સુઆરેઝે છેલ્લી ૧૨ મિનિટમાં કરેલા બે ગોલની મદદથી એટ્લેટિકો મેડ્રિડે સ્પેનિશ ફૂટબોલ લીગ લા લીગામાં ગટાફેને ૨-૧થી પરાજય આપ્યો હતો. સુઆરેઝે સિઝનની પ્રથમ છ મેચમાં માત્ર એક ગોલ કર્યો હતો પરંતુ તેણે ગટાફે સામે ૭૮મી મિનિટે બરોબરીનો ગોલ નોંધાવ્યો હતો. ત્યારબાદ તેણે ૯૦મી મિનિટે વધુ એક ગોલ કરીને પોતાની ટીમને વિજય અપાવી દીધો હતો. યાન ઓબલાકે ૪૫મી મિનિટે કરેલા આત્મઘાતી ગોલના કારણે ગટાફે ૧-૦થી આગળ થયું હતું. આ વિજય સાથે એટ્લેટિકો બે મેચમાં ગોલવિહોણા ડ્રોના પરિણામમાંથી બહાર આવી હતી અને ગટાફે સામે છેલ્લા એક દશકાથી ચાલી રહેલા અજેય અભિયાનને આગળ વધાર્યું હતું. એટ્લેટિકોએ ૨૦૧૧થી ગટાફે સામે ૨૦ મેચ રમી છે અને એક પણ મેચમાં પરાજય થયો નથી. ગટાફેના કાર્લોસ એલેનાને ૭૪મી મિનિટે રેડ કાર્ડ મળતા ટીમને ૧૦ ખેલાડી સાથે રમવું પડયું હતું જેનો એટ્લેટિકોએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. આ વિજય સાથે એટ્લેટિકોના છ મેચમાં ૧૪ પોઇન્ટ થયા છે અને તે પોઇન્ટ ટેબલમાં ટોચના ક્રમે પહોંચી ગઈ છે. રિયલ મેડ્રિડના ૧૩ પોઇન્ટ છે પરંતુ તેણે એટ્લેટિકો કરતાં એક મેચ ઓછી રમી છે. રાયો વાલ્કેનોએ એથ્લેટિક બિલબાઓને ૨-૧થી તથા સેલ્ટા વિગોએ લેવાન્ટેને ૨-૦થી પરાજય આપ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો