સુકાવલી ડમ્પિંગ એરિયામાં બહારનો કચરો ઠાલવતા પાલિકા ફરી વિવાદમાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સુકાવલી ડમ્પિંગ એરિયામાં બહારનો કચરો ઠાલવતા પાલિકા ફરી વિવાદમાં

સુકાવલી ડમ્પિંગ એરિયામાં બહારનો કચરો ઠાલવતા પાલિકા ફરી વિવાદમાં

 | 3:17 am IST

અંકલેશ્વર સિવાયના વિસ્તારનો કચરો કઇ રીતે નાખી શકાય

અંકલેશ્વર

અંકલેશ્વરના સુકાવલી ડમ્પિંગ એરીયામાં અન્ય ગામોનો કચરો ઠલવાતો હોવાની જાણ થતા એક ટ્રેકટર ચાલકને ઝડપી તેની પૂછરછ કરતા તે અંકલેશ્વરના બહારના વિભાગમાંથી કચરો ઠાલવવા આવ્યો હોવાનું અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષ બખ્તિયાર ખાનને જણાવ્યું હતું.

અંકલેશ્વર પાલિકાના જવાબદાર અધિકારી સુપરવાઇઝર હાર્દિકભાઈને આ વિશે પૂછતા તેઓને આ બાબતે કોઈ જાણ ન હોવાનું સામે આવ્યું હતું. જે બાદ સેનીટાઈઝ વિભાગના કર્મચારીને પૂછતા તેઓને પણ આ બાબતે કોઈ જાણ ન થઇ હોવાનું જણાવ્યું હતું. નગર પાલિકા પ્રમુખને પણ પૂછતા તેઓને આ અંગે જાણ ન હોવાથી પાલિકાની કામગીરી પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.

અગાઉ અંકલેશ્વર નગર પાલિકા ડમ્પિંગ એરિયામાં શેડ પણ ચોરી થયા છે તે રીતેની અવ્યવસ્થિત કામગીરી કરવામાં આવી રહી છે. અંકલેશ્વર નગર પાલિકા હદ્દવિસ્તાર સિવાયના લોકો કઈ રીતે કચરો નાંખી જાય તે તપાસનો વિષય બનેલ છે. જેથી વિપક્ષી દ્વારા નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનો નાણાકીય સાઈડ બિઝનેસનો નથી શરૂ કરવામાં આવી રહ્યો ને.? તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;