સુખસરમાં પોલીસની સામેથી જ પસાર થતાં છાપરે મુસાફરો ભરેલી બસો ! - Sandesh
  • Home
  • Baroda
  • સુખસરમાં પોલીસની સામેથી જ પસાર થતાં છાપરે મુસાફરો ભરેલી બસો !

સુખસરમાં પોલીસની સામેથી જ પસાર થતાં છાપરે મુસાફરો ભરેલી બસો !

 | 3:53 am IST

બસ આવે ત્યારે પોલીસ ઊભી રાખવા માટે વ્યવસ્થા કરે છે

મુસાફરોના જીવના જોખમે વાહનો હંકારતાં લકઝરી બસના ચાલકો

ા સુખસર ા

મધ્યપ્રદેશ, રાજસ્થાન તરફ જતી અમદાવાદ જેવા શહેરામાં મજૂરી અર્થે જતાં મુસાફરોને લઇને ખાનગી લકઝરીઓ મોટાભાગે સુખસરમાંથી પસાર થઇ રહી છે. જે મુસાફરોને જીવના જોખમે છાપરા પર બેસાડીને વહન કરે છે. સુખસરમાથી સ્ટેશન વિસ્તારમાં પોલીસ તંત્રની સામેથી જ પસાર થતી હોવા છતાં કોઇ કાર્યવાહી ન કરાતા આૃર્ય સર્જાયું છે. તેમજ એસટી વિભાગને પણ નુકસાન થઇ રહ્યું છે.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી મોટાભાગના પરિવારો ભરણપોષણ અર્થે મજૂરી કામ માટે ગુજરાતના મોટા શહેરોમાં જાય છે. જેમાં હાલમાં આવા વિસ્તારોમાંથી મુસાફરોને લઇ ગુજરાતમાં ખાનગી લકઝરીઓ મોટાભાગે વહન કરે છે. જેમાં આવા લકઝરીના સંચાલકો મુસાફરોને જીવના જોખમે છાપરા પર બેસાડાય છે. સુખસરસ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓની નજર સામેથી જ વાહનો અવરજવર થતા હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા આંખઆડા કાન કરવામાં આવે છે. જ્યારે પોલીસ દ્વારા આવા વાહનોને ઉભા રાખવા માટે વ્યવસ્થા કરવામાં આવતી હોવાનુ ંજણાઇ આવ્યું છે.

જ્યારે આ વાહનો ઝાલોદ તરફથી આવતા હોવા છતા ત્યાં પણ કોઇ જ રોકટોક કરવામાં આવતી ન હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તંત્રની મિલીભગતના કારણે કોઇ અઘટીત ઘટના બને ત્યારે લોકોના જીવન હોમાઇ જાય છે. પણ કોઈ પરવા કરતું નથી.

તમામ પોલીસ મથકોમાં હપતા આપવા પડે છે!

આ બાબતે કેટલાક ખાનગી વાહનોના સંચાલકોને પૂછતા જણાવેલ કે મુસાફરોને ભરીને શરુઆતથી લઇ જ્યાં જવાનું છે ત્યાં સુધીમાં વચ્ચે આવતા તમામ પોલીસ મથકોમાં હપ્તા આપવા પડે છે. જેથી હપ્તાનો ખર્ચ વાહનનો અમારો ખર્ચ કાઢવા માટે અમારે નાછૂટકે જીવના જોખમે પણ મુસાફરોને બેસાડવા પડે છે.

અને ફક્ત વ્યવસ્થા સંભાળીએ છીએ ઃ જવાનો

આ બાબતે સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતાં જવાનોને પૂછતાં તેઓએ જણાવેલ કે, આ કામગીરી પોલીસ અધિકારીની છે. અમારે તો વ્યવસ્થા સંભાળવાની હોય છે. અધિકારીઓ જ ના કરે તો અમો કઇ રીતે કરીએ અમે તો ચીઠ્ઠીના ચાકર છીએ.

;