સુખસર ખાતે આરોગ્ય કેન્દ્રના તબીબને ફરજ મુક્ત કરાયા - Sandesh
  • Home
  • Newspaper
  • સુખસર ખાતે આરોગ્ય કેન્દ્રના તબીબને ફરજ મુક્ત કરાયા
 | 3:03 am IST

 

તબીબ મનસ્વી રીતે ગેરહાજર રહેતા હતા

કલેક્ટરની મુલાકાતના સમયે પણ ગેરહાજર હતા

। ફતેપુરા-સુખસર ।

ફ્તેપુરા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે જિલ્લા કલેકટર વિજય ખરાડી અને એસ.પી. હિતેશ જોયસરે મુલાકાત લીધેલ હતી ત્યારે દવાખાનામાં ચારે બાજુ ગંદકી અને મેડિકલ વેસ્ટ પડેલ જોઈને કલેકટર દ્વારા તાત્કાલિક સાફ્-સફઈ કરવા સુચના આપી હતી.

કલેકટરની મુલાકાત સમય દરમિયાન પણ તબીબી અધિકારી તરીકે ફ્રજ બજાવતા ડો કે. આર. કટારા ફ્રજ પર બિનઅધિકૃત ગેરહાજર હોવાનું માલુમ પડેલ હતું.

ડો કે.આર કટારા ૩૦ માર્ચથી મનસ્વી રીતે ગેરહાજર રહેતા હોવાથી કારણદર્શક નોટિસ આપવા છતાં કોઈ પ્રકારનો લેખિત ખુલાસો રજૂ કરેલ નથી કે ફ્રજ પર આજ દિન સુધી હાજર થયેલ નથી.

કોરોના વાયરસને મહામારી વૈશ્વિક જાહેર કરેલ છે. ડો કે. આર. કટારા તા.૩૦થી બિનઅધિકૃત અને મનસ્વી રીતે ફ્રજ પર ગેરહાજર રહેતા સામુહિક આરોગ્ય કેન્દ્ર સુખસરના તબીબ અધિકારી ના ડો કે આર કટારા ને ફ્રજ મોકૂફ્ીનો હુકમ જિલ્લા વિકાસ અધિકારી દાહોદ એ કરતા ફ્તેપુરા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન