સુખી લગ્નજીવન માટે આટલું ધ્યાન રાખવું જરૃરી છે - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • સુખી લગ્નજીવન માટે આટલું ધ્યાન રાખવું જરૃરી છે

સુખી લગ્નજીવન માટે આટલું ધ્યાન રાખવું જરૃરી છે

 | 12:30 am IST
  • Share

મંગળ સામે શનિને બેસાડવાનું કામ અતિ બિનવ્યવહારુ છે, કારણકે મંગળ અને શનિ બંને ગ્રહોના ગુણધર્મ-લક્ષણો સાવ અલગ-અલગ છે. કોઈ વ્યક્તિને એસિડિટી થઈ હોય અને તમે એને દૂધની જગ્યાએ લાલ તીખું તમતમતું મરચું ખવડાવી દો તો તે વ્યક્તિની હાલત શું થાય તે માત્ર કલ્પનાનો વિષય છે.

ખગોળની દૃષ્ટિએ વિચારીએ તો મંગળ સામે શનિને બેસાડવો બિનવ્યવહારુ છે, કારણ કે ખગોળ અનુસાર મંગળ-શનિની ગતિમાં જમીન-આસમાન જેટલો ર્ફ્ક છે. મંગળ એક રાશિમાં દોઢ માસ રહે છે અને શનિ એક રાશિમાં ત્રીસ માસ ભ્રમણ કરે છે. આ બાબત બતાવે છે કે મંગળની ગતિ શનિ કરતાં અતિ તેજ છે. ‘ફ્ળદીપિકાગ્રંથમાં અને ચમત્કાર ચિંતામણિગ્રંથમાં મુનિ મંત્રેશ્વરે મંગળને અતિ આક્રમક ગ્રહ કહ્યો છે જ્યારે શનિને આળસ પ્રધાન ગ્રહ તરીકે વર્ણવ્યો છે. આમ, બંને ગ્રહોના ગુણધર્મ અલગ અલગ છે. પરાશર મુનીએ મંગળને સેનાપતિની પદવી આપી છે જ્યારે શનિને સેવક કહ્યો છે. આ બંને ગ્રહોના રંગમાં પણ કુદરતે જાણે રંગભેદ નીતિ અપનાવી હોય એવો અણસાર મળે છે, કારણ કે મંગળનો રંગ લાલચટાક છે જ્યારે શનિ મહારાજ શ્યામ વર્ણના છે. અનાજની દૃષ્ટિએ વિચારીએ તો મંગળનું અનાજ ઘઉં છે અને શનિનું અનાજ અડદ છે. જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની જાતિ નક્કી કરવામાં આવી છે. આ વર્ગીકરણ મુજબ પુરુષ ગ્રહો, સ્ત્ર્રી ગ્રહો અને નપુંસક ગ્રહો એમ ત્રણ પ્રકારનું વર્ણન છે. આ વર્ગીકરણ મુજબ મંગળ પુરુષ ગ્રહમાં આવે છે અને શનિ નપુંસક ગ્રહમાં આવે છે. હવે તમે જ વિચારો કે મંગળની જગ્યાએ શનિને બેસાડાય કે નહિ. મંગળ લગ્નજીવનમાં સીધો કામુકતા અને આક્રમક્તા સાથે જોડાયેલો ગ્રહ છે જ્યારે શનિ અધ્યાત્મવાદ અને ધર્મ સાથે સંકળાયેલો છે. ધારો કે પુરુષને મંગળ દોષ હોય અને તેની સામે સ્ત્ર્રીની કુંડળીના શનિને કન્સિડર કરવામાં આવે તો લગ્નની પ્રથમ રાતથી જ જાતીય અસંતુલનના કારણે પતિ અને પત્ની વચ્ચે અસંતોષ અને અતૃપ્તિનો ભાવ શરૃ થાય છે. માનો યા ના માનો સેક્સ એ દરેક જીવની પ્રાથમિક જરૃરિયાત છે. સેક્સની અલ્પતાના કારણે લગ્ન જીવનનું ભંગાણ શરૃ થાય છે. મંગળની આક્રમક જાતીયતા સામે નપુંસક શનિની દાળ ગળતી નથી. છતાં પણ આમ કિસ્સાઓમાં મંગળ સામે શનિને આગળ કરવામાં આવે છે. આ બાબત જ્યોતીષિક દૃષ્ટિએ વર વધુ માટે અને તેમની લગ્ન જીવનની  પ્રસન્નતા સામે ઘોર અન્યાય છે.

જામીત્રેચ યદા સૌરી ઃ લગ્નેવા હિબુકેન્થવા ।

અષ્ટમે દ્વાદશે ચૈવ ભોમ ઃ દોષો ન વિદ્યતે ।।

અર્થાત વર  કે કન્યાની કુંડળીમાં સાતમાં, પહેલાં, ચોથા, આઠમાં કે બારમાં સ્થાનમાં શનિ હોય તો સામેની કુંડળીનો મંગળદોષ નાબૂદ થાય છે. ટૂંકમાં આ શ્લોકના આધારે એવો સિદ્ધાંત સ્થાપિત કરવાની કોશિશ કરવામાં આવી કે બે ઝેર ભેગા થાય તો અમૃત બને, પરંતુ અહી મંગળ શુભ (અમૃત) છે અને શનિ ક્રૂર (ઝેર) છે, કારણ કે એસ્ટ્રોનોમી અને પદાર્થ વિજ્ઞાાન અનુસાર મંગળ પર કોપર સલ્ફ્ેટ છે અને શનિ પર વર્દીગ્રીસ એટલે કે મોરથુથું આવેલું છે. મારી મચડીને મેચ મેકિંગ કરી પતિ-પત્નીને આપણે ભેગા કરીએ અને અમૃત સામે ઝેરનું યુદ્ધ શરૃ થાય અને દાંપત્યજીવન વહેલું વહેલું વૃદ્ધ થાય એની જવાબદારી પણ શાસ્ત્ર અને શાસ્ત્રી બંનેની છે.

શાસ્ત્ર્રોમાં શનિને વૈરાગ્યનો ગ્રહ કીધો છે. શનિ એટલે એકલતા, અધ્યાત્મવાદ, સંસારી જીવન પ્રત્યેનો અણગમો અને અરુચિ. લગ્નજીવનમાં મંગળનું માહાત્મ્ય અને મહત્ત્વ છે એટલે જ કંકોતરીમાં મંગળ પ્રસંગ અને મંગળ ઘડી જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. જન્મકુંડળીના એક, ચાર, સાત, આઠ અને બારમાં સ્થાનમાં મંગળ હોય તો તેને આપણે સામાન્ય રીતે મંગળ દોષ તરીકે ગણીએ છે, પરંતુ તેમાં કેટલાક સ્થાનમાં મંગળને દોષમાંથી મુક્ત ગણ્યો છે. તેનો અભ્યાસ કરવો પણ જરૃરી છે. મંગળ જેવા આક્રમક ગ્રહ સામે શનિ જેવા શાંત-નપુંસક અને મંદગ્રહને બેસાડવો એટલે લગ્નજીવનનો કચ્ચરઘાણ અને અન્યાય. અગર તો અભિમન્યુ સામે શિખંડીને યુદ્ધ કરાવવાનું દુઃસાહસ.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો