સુત્રાપાડામાં ૦ાાા, માળીયા, વડીયા, મેંદરડામાં ૦ાા ઈંચ - Sandesh
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Jamnagar
 • સુત્રાપાડામાં ૦ાાા, માળીયા, વડીયા, મેંદરડામાં ૦ાા ઈંચ

સુત્રાપાડામાં ૦ાાા, માળીયા, વડીયા, મેંદરડામાં ૦ાા ઈંચ

 | 6:24 am IST
 • Share

 • નવરાત્રીમાં અવિરત મેઘમહેર યથાવત
 • અમરેલીના સંરભડામાં ગાજવીજ સાથે એક ઈંચ
 • રાજકોટઃ નવરાત્રીમાં સતત છઠ્ઠા દિવસે સૌરાષ્ટ્રમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ૧ ઈંચ સુધીનો વરસાદ પડયો હતો. અમરેલી પંથકમાં ૧ ઈંચ અને સુત્રાપાડામાં ૦ાાા, માળીયા, વડીયા, મેંદરડામાં ૦ાા ઈંચ વરસાદ પડતા સ્થાનિક નદીઓમાં નવા પાણીની આવક થઈ હતી.
  સોમનાથ જિલ્લામાં આજે બપોરે અચાનક માહોલ પલ્ટાયો હતો સુત્રાપાડામાં બપોરે ૧૨ વાગ્યા આસપાસ ગાજવીજ સાથે ૦ાા ઈંચ વરસાદ પડી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા આ ઉપરાંત તાલાલામાં સતત ત્રીજા દિવસે ૦ાા ઈંચ વરસાદ પડયો હતો જયારે વરેાવળમાં ૬ મીમીનું વરસાદનું જોરદાર ઝાપટુ પડી ગયું હતું. જૂનાગઢ શહેર સહિત મેંદરડા, માળીયામાં આજે ગાજવીજ સાથે અર્ધાથી પોણો ઈંચ વરસાદ પડયો હતો. ગિરનાર પર પણ વીજળીના કડાકા ભડાકા સાથે અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
  અમરેલીના બાબાપુરના સંરભડામાં આજે સાંજના ગાજવીજ સાથે એક ઈંચ જેટલો વરસાદ પડયો હતો. તેમજ વડિયા પંથકમાં અડધો ઈંચ જેટલો વરસાદ પડયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો