સુરત જિલ્લામાં મેઘરાજાનું જોર વધ્યું ઓલપાડમાં ૪.૨૪ ઇંચ વરસાદ વરસ્યો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરત જિલ્લામાં મેઘરાજાનું જોર વધ્યું ઓલપાડમાં ૪.૨૪ ઇંચ વરસાદ વરસ્યો

સુરત જિલ્લામાં મેઘરાજાનું જોર વધ્યું ઓલપાડમાં ૪.૨૪ ઇંચ વરસાદ વરસ્યો

 | 12:56 am IST
  • Share

ડાંગ અને વલસાડમાં મેઘરાજાનું જોર ધીમું પડયું, તો હવે  સુરતમાં વરસાદે જોરદાર બેટિંગ શરૃ કરી છે. સુરત જિલ્લામાં  મંગળવારે આખી રાત ધીમી ધારે વરસાદ પડયો હતો જે સવારે ૧૧  વાગ્યા સુધી યથાવત્ રહ્યો હતો. આ દરમિયાન ઓલપાડ  તાલુકામાં સૌથી વધુ ૪.૨૪ ઈંચ, મહુવા ૩.૩૨ ઈંચ, કામરેજ ૩.૨૮ ઈંચ,  ચોર્યાસી ૩.૨ ઈંચ, બારડોલી ૨.૯૬ ઈંચ જ્યારે સુરત શહેરમાં ૨.૩૪  ઈંચ વરસાદ ખાબક્યો હતો.

જ્યારે બુધવારે વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં  વરસાદનું જોર ધીમું પડયું હતું. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગુરૃવારે ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં બુધવારે ૪  વાગ્યે પૂરા થતા ૨૪ કલાકમાં ઉમરગામમાં ૧.૧૬ ઇંચ, વલસાડમાં  ૧.૦૪ ઇંચ, પારડીમાં ૦.૮૪ ઇંચ, વાપીમાં ૦.૭૬ ઇંચ વરસાદ નોંધાયો  હતો. બુધવારે નવસારીના જલાલપોરમાં પોણા બે ઇંચ અને નવસારી સિટીમાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉકાઇ ડેમની સપાટી ૩૪૦ ફૂટના રૃલ લેવલને પાર કરી ૩૧૪.૩૯ ફૂટે  પહોંચી ગઈ હતી. ડેમમાં રૃલ લેવલ જાળવી રાખવા  ડેમમાંથી ૯૮ હજાર ક્યુસેક પાણી છોડવાનો આરંભ કરી દીધો હતો. ઉદવાડા ખાતે રહેતા અબ્દુલ ઉસ્માન શેખ, જીતેશ રમેશ માંગેલા  તથા રામાભાઇ ટંડેલ નાની હોડીમાં સવાર થઇ દમણ ગયા હતા,  ત્યાંથી પરત ફરતી વેળા કોલક નદી નજીક હોડી  પલટી મારી જતાં ત્રણેય ડૂબવા લાગ્યા હતા. જોકે, જીતેશ  માંગેલા અને રામા ટંડેલ બચી ગયા હતા અને અબ્દુલ ઉસ્માનનું ડૂબી જતા મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન