સુરત જિલ્લો રોશનીથી ઝગમગીયો કોરોનાને માત આપવા પ્રજા એકમત - Sandesh
  • Home
  • Newspaper
  • સુરત જિલ્લો રોશનીથી ઝગમગીયો કોરોનાને માત આપવા પ્રજા એકમત

સુરત જિલ્લો રોશનીથી ઝગમગીયો કોરોનાને માત આપવા પ્રજા એકમત

 | 3:00 am IST

કીમ-ચારરસ્તા – દેશભરમાં પ્રધાનમંત્રી દ્વારા રવિવારે રાત્રે નવ મિનિટ માટે લાઇટડાઉનની અપીલ સાથે શહેર અને જિલ્લામાં લોકોએ પોતાનાં ઘરોમાં લાઇટો બંધ કરી દીધી હતી. તેમજ પ્રધાન મંત્રીની કોરોના ંવાયરસ સામેની લડતમાં સામુહીક સંકલ્પ અને એક્તાનાં દર્શન કરાવ્યા હતા.

કીમ, કામરેજ, કોસંબા, માંગરોળ, સાયણમાં મોડી રાત્રે ઉત્સાહભેર અગાસી ઉપર ચઢી લોકોએ બાલકની અને અગાસીમાં રાત્રે ૯ કલાકે દીવડા મીણબત્તી, મોબાઇલની ફલેસ લાઇટ સાથે રોશની કરી હતી. કામરેજ વિસ્તારની અનેક સોસાયટીમાં દીવાળી પર્વ જેવો માહોલ હોય તેમ સમગ્ર દિવસ દરમ્યાન લોકડાઉનનુ અનુશાસન પાડી મોડી રાત્રે અગાસી અને સોસાયટીઓમાં સેલ્ફ ડીસ્ટન્સનુ પાલન કરી ભીડભાડથી દુર રહી લોકોએ રોશનીથી વિસ્તારને સજાવી દીધો હતો. કીમમાં આવેલી ભક્તિનગર, સોનારુપા, કૈલાસ, સાંઇરામ, દત્તકૃપા જેવી સોસાયટીઓનાં રહીશોએ પોતાના ઘરની લાઇટો બંધ કરી કોરોના સામેની લડતનાં મંડાણમાં જોડાઇ દેશનાં પ્રધાનમંત્રી હાકલમાં જોડાયા હતા. તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટો પણ બંધ કરી દેવામાં આવતા કીમ, કામરેજ, સાયણ, કઠોર, સહિત જીલ્લાનાં તમામ વિસ્તારો અંધારપટમાં ફેલાઇ જઇ દીવડાની રોશનીથી ઝગમગ્યા હતા. સ્થાનિક નાગરીકો સાથે વહીવટી તંત્રનાં અધીકારીઓ, પોલીસ કર્મીઓ, સરપંચો, નેતાઓ સહિત તમામ લોકો કોરોનાં વાયરસ સામેનો જુસ્સામાં જોડાઇ પોતાનાં અંદાજમાં આશાનાં દીપ કળશરુપી રોશની કરવામાં જોડાયા હતા. કીમનાં સરપંચ કરસન સી. ઢોડીયા, અગ્રણી પ્રવિણ પટેલ કામરેજનાં સરપંચ મનિષ આહીર , સુરત જીલ્લા પંચાયત પ્રમુખ પ્રિતિબેન પટેલ, સહિત આગેવાનોએ રોશની કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;