સુરત-મહુવા એક્સપ્રેસમાં બેગ સાંકળથી બાંધી હતી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સુરત-મહુવા એક્સપ્રેસમાં બેગ સાંકળથી બાંધી હતી

સુરત-મહુવા એક્સપ્રેસમાં બેગ સાંકળથી બાંધી હતી

 | 3:04 am IST

ટ્રેનમાં મોડીરાત્રે બે ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટરની બેગની ઉઠાંતરી

ા વડોદરા ા  

સુરતમહુવા એકસપ્રેસના બે ચીફ ટિકિટ ઇન્સપેકટર (ઝ્ર્ૈં)ની કોચ બી૪માં બારી સાથે ચેઇન બાંધેલી મુકેલી બે બેગ કોઇ ઉઠાવગીર ઉઠાવી ગયો હોવાની ફરિયાદ વડોદરા રેલવે પોલીસ મથકે નોંધાઇ હતી.  

વલસાડના કૈલાશરોડ ઉપરના સાંઇધામમાં રહેતા સેમ જેમ્સ સોલમેન રેલવેમાં ઝ્ર્ૈંની ફરજ બજાવે છે. ગત તા. ૫મીના રોજ રાત્રે ૧૦ થી તા૬ ઓકટોબરના રાત્રીના પોણા બે વાગ્યા સુધીને સુરતમહુવા એકસપ્રેસમાં તેમની ફરજ સુરત થી અમદાવાદ સુધીને હતી. તેઓ સાથે આ ટ્રેનમાં કુશસિંગ ઠાકુર પણ ઝ્ર્ૈં તરીકેની ફરજ ઉપર હતા . બન્ને રેલવેના અધિકારીઓએ કોચ બી૪ના સીટ નંબર ૫૭ ઉપર તેમની બન્ને બેગ બારી સાથે સાંકળથી બાંધીને મુકી હતી. સેમ તેમની ટિકિટ ચેકીંગની ફરજ પુરી કરીને કોચબી ૪માં ગયા હતા. જયાંથી સાથી કર્મચારી કુશસીંગ સાથે કોચબી,રમાં ગયા હતા. જયાંથી તેઓ બન્ને કોચ બી૪માં પરત આવ્યા હતા.ત્યારે ટ્રેન વડોદરા રેલવે યાર્ડમાંથી પસાર થતી હતી. ત્યારે ટ્રેનના કોચ બી૪માં બન્ને ઝ્ર્ૈંની બેગ ના હતા. તેઓએ આ અંગેની ફરિયાદ વડોદરા રેલવે સ્ટેશને નોંધાવી હતી. બેગમાં તેમના આઇ કાર્ડ, કમ્પલેઇન બુક, ચેકીંગ, રોકડ રકમ મોબાઇલ મળી કુલ રૂ ૬૪૦૦નો મુદ્દામાલ હતો. આ અંગે સેમ સોલમેને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;