સુરેન્દ્રનગરમાં અંગ્રેજોના સમયની જેલમાં 125ની ક્ષમતા સામે 239 કેદીઓને પૂર્યા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરેન્દ્રનગરમાં અંગ્રેજોના સમયની જેલમાં 125ની ક્ષમતા સામે 239 કેદીઓને પૂર્યા

સુરેન્દ્રનગરમાં અંગ્રેજોના સમયની જેલમાં 125ની ક્ષમતા સામે 239 કેદીઓને પૂર્યા

 | 4:41 am IST
  • Share

 વર્ષ 1905માં બનેલી સબજેલમાં કેદીઓ માટે પાયાની સુવિધાઓનો અભાવ

મહિલાઓની એક જ બેરેકમાં કુલ 10ની ક્ષમતા સામે 12 કેદીઓ સજા કાપી રહ્યાં છે

સુરેન્દ્રનગર શહેરની વચ્ચે સબ જેલ આવેલી છે. આ જેલ અંગ્રેજોના સમયમાં 1905 બની હતી. એક સદીથી વધુ એટલે કે, 116વર્ષ જુની આ જેલમાં કેદીઓ અને સુરક્ષા કર્મીઓ હાલ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેલમાં 125ની ક્ષમતાની સામે હાલ 239 કેદીઓને ઠુંસી ઠુંસીને ભરી દેવાયા છે. આ હાલત છેલ્લા પ વર્ષથી છે. જેના લીધે કેદીઓને ન્હાવા, શૌચક્રીયા સહીતની મુશ્કેલીઓ પડે છે. કુદરતી હાજત માટે પણ 7 કેદીઓ વચ્ચે 1શૌચાલય હોવાના બદલે 30 કેદીઓ થઈ જતા કેદીઓને લાંબી લાઈનો લગાવી પડે છે. બીજી તરફ પુરૃષ કેદીઓની જેમ જ મહીલા કેદીઓની સ્થીતી પણ કફોડી બની છે. મહીલા કેદીઓની એક જ બેરેકમાં 10ની ક્ષમતા સામે 12 મહીલા કેદીઓ સજા કાપી રહ્યા છે. તમામ કેદીઓ માટે જમવાનું પણ એક જ ખુલ્લી જગ્યામાં બનાવવામાં આવે છે. જમવા માટે પણ કેદીઓને પુરતી જગ્યા ન હોવાથી કેદીઓને સમસ્યા સર્જાઈ રહી છે. કેદીઓની સાથે વહીવટી કામ માટે પણ જેલમાં પુરતી સગવડ ન હોવાથી એક જ રૃમમાં ટેબલો રાખી કામ કર્મચારીઓ રહ્યા છે. સૈકા જુની આ જેલ જયારે બનાવાઈ ત્યારે આજુબાજુના વિસ્તારો ખાલી હતા. જયારે આજે આસપાસ નવા બાંધકામોથી આ વિસ્તાર ભરચક બની ગયો છે. આથી જેલ નવી બનાવવા તાતી જરૃરીયાત ઉભી થઈ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો