સુરેન્દ્રનગર નગર નિયામકની કાર નાળામાં ખાબકતા બે લોકોનાં મોત અને બે ગંભીર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Zalawad
  • સુરેન્દ્રનગર નગર નિયામકની કાર નાળામાં ખાબકતા બે લોકોનાં મોત અને બે ગંભીર

સુરેન્દ્રનગર નગર નિયામકની કાર નાળામાં ખાબકતા બે લોકોનાં મોત અને બે ગંભીર

 | 1:27 am IST
  • Share

અકસ્માતો માટે કુખ્યાત રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર રાજકોટથી આવી રહેલ સુરેન્દ્રનગર નગર નિયામક કચેરી ના અધિકારીની કારને ઢેઢુકી પાસે ગમખ્વાર અકસ્માત નડતા કાર નાળામાં ખાબકી હતી. અકસ્માત દરમિયાન કારમાં સવાર નગર નિયામક કચેરીના ર્ંજી તેમજ ચાલકનું કરુણ મોત નિપજવા સાથે ઇન્ચાર્જ અધિકારી તેમજ સાથેના એક વૃધ્ધને ગંભીર ઇજાઓ થતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

રાજકોટથી કાર લઇને નિકળેલા સુરેન્દ્રનગર નગર નિયામક ની કચેરીમાં ઇન્ચાર્જ નિયામક તરીકે ફ્રજ બજાવતા ક્લાસ વન અધિકારી રમેશભાઇ.કોરડીયા, ર્ંજી જયેશભાઇ દવે, ધીરજલાલ લાડાણી તેમજ ચાલક પરાગ જયંતિભાઇ પંડયા(ઉ.વ ૩૭)ને સાયલા હાઈવેના ઢેઢુકી ગામ પહેલા કાર આડુ કૂતરું ઉતરતા તેને બચાવવા જતા ચાલકે કાબુ ગુમાવતા કાર નાળાની અંદર ખાબકી હતી. કાર નાળાની અંદર પડતા અંદર બેસેલા ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થવા પામી હતી. અકસ્માતના અવાજથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઔબચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી.

કારના અકસ્માતની જાણ થતા સાયલા પોલીસનો કાફ્લો બનાવ સ્થળે તેમજ ચોટીલા ખાતે દોડી ગયો હતો. અકસ્માતમાં નગર નિયામક કચેરીના ર્ંજી જયેશભાઇ દવે તેમજ ચાલક પરાગભાઇ પંડયાનું સ્થળ પર જ કરુણ મોત નિપજયું હતું. જયારે નગર નિયામકના ઇન્ચાર્જ અધિકારી રમેશભાઇ કોરડીયા તેમજ સાથેના ધીરજલાલ લાડાણીને ગંભીર ઇજાઓ થવાને કારણે પ્રથમ ચોટીલા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો