સુરેશ પંચાલ ડ્રાઈવરોને લાલચ આપી લોખંડ પડાવી લેતો હતો - Sandesh
  • Home
  • Baroda
  • સુરેશ પંચાલ ડ્રાઈવરોને લાલચ આપી લોખંડ પડાવી લેતો હતો

સુરેશ પંચાલ ડ્રાઈવરોને લાલચ આપી લોખંડ પડાવી લેતો હતો

 | 3:39 am IST

માલિકોની જાણ બહાર લાંબા સમયથી રેકેટ ચાલતું હતું

ા વડોદરા ા

જામ્બુવા બ્રિજ પાસેની ખુલ્લી જગ્યામાંથી પોલીસે ટ્રક ડ્રાઈવરોની મદદથી લોખંડ ચોરીનું ચાલતું રેકેટ ઝડપી પાડયું હતું. પોલીસે ત્રણ આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરી હતી.

જામ્બુવા બ્રિજ પાસેની ખુલ્લી જગ્યામાંથી ક્રાઈમ બ્રાંચે સુરેશ સોહનલાલ પંચાલ (રહે, ગોપાલકૃષ્ણ હોટલ, મૂળ રાજસ્થાન), સુરેશચંદ્ર દેવીલાલ ગુજ્જર (રહે, મહાદેવ હોટલ પાછળ, મૂળ રાજસ્થાન) અને માંગીલાલ લછારામ જાટ (રહે, બાડમેર, રાજસ્થાન)ને શકમંદ હાલતમાં ઝડપી પાડયા હતા. પોલીસને તેમની પાસેથી જુદી-જુદી સાઈઝના લોખંડના સળિયા, પાટા, એંગલ, વજન કાંટા અને ફોન મળી રૃ. ૩.૪૩ લાખનો મુદ્દામાલ મળ્યો હતો. પોલીસે તેમની પાસે બિલની માંગણી કરતાં ગલ્લા તલ્લા કર્યા હતા. જેથી પોલીસે ત્રણેયની પુછપરછ કરતાં એવી હકિકત બહાર આવી હતી કે, સૂત્રધાર સુરેશ પંચાલ તેના સાગરિત સુરેશચંદ્ર ગુજ્જર સાથે મળી હાઈવે પરથી લોખંડના સળિયા તથા પાટા ભરીને જતી ટ્રેલર તથા ટ્રકના ડ્રાઈવરોને પૈસાની લાલચ આપી ૩૦૦ થી ૪૦૦ કિલો લોખંડ માલિકની જાણ બહાર ઓછા ભાવે મેળવી લેતાં હતા.

જેમાં કચ્છથી ટ્રેલરમાં સળિયા ભરીને જતાં આરોપી માંગીલાલ જાટે પણ આઠ સળિયા કાઢીને સુરેશ પંચાલને આપી દીધા હતા. આ કૌભાંડમાં અન્ય કોની સંડોવાણી છે? તેની તપાસ પોલીસે શરૃ કરી છે.

;