સુલતાને ફક્ત ૧૨ દિવસમાં રૂ. ૫૦૦ કરોડની કમાણી કરી - Sandesh
  • Home
  • Entertainment
  • સુલતાને ફક્ત ૧૨ દિવસમાં રૂ. ૫૦૦ કરોડની કમાણી કરી

સુલતાને ફક્ત ૧૨ દિવસમાં રૂ. ૫૦૦ કરોડની કમાણી કરી

 | 3:51 am IST

સલમાનખાનની સુલતાન ફિલ્મ જે રીતે કમાણી કરી રહી છે તેનાથી લાગે છે કે, તે વહેલી તકે જ બોલિવૂડ ફિલ્મોની કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ અનુસાર સુલ્તાને અત્યારસુધી ૫૦૦ કરોડ રૂપિયા કરતા વધારેની કમાણી કરી લીધી છે. સુલતાન વીકેન્ડમાં આશરે ૨૦૭ કરોડ રૂપિયા કમાવી લીધા હતા. ફિલ્મની નિર્માતા કંપની યશરાજ ફિલ્મ્સે ટ્વિટર પર આ અંગેની જાણકારી આપી છે. સોમવારે એક ટ્વિટમાં યશરાજ ફિલ્મ્સે જણાવ્યું હતું કે, આને કહેવાય સુલતાનનું પાવર પેક્ડ પંચ. દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. ભારતમાં અત્યારસુધી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ આમિરખાનની પીકેછે જેણે અનેક રેકોર્ડ તોડયા છે. આ ફિલ્મે આશરે ૭૯૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સલમાન ખાનની બજરંગી ભાઈજાને પણ ૬૦૦ કરોડની કમાણી કરી હતી. આમ બંને અભિનેતાઓ વચ્ચે કમાણી મામલે સીધી હરીફાઇ હોય તેમ લાગી રહ્યું છે.