સૂર્ય-ગુરુનું ભ્રમણ તમારી રાશિ માટે શુભ રહેશે કે અશુભ? - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • સૂર્ય-ગુરુનું ભ્રમણ તમારી રાશિ માટે શુભ રહેશે કે અશુભ?

સૂર્ય-ગુરુનું ભ્રમણ તમારી રાશિ માટે શુભ રહેશે કે અશુભ?

 | 2:00 am IST
  • Share

તારીખ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ સૂર્યદેવ કર્ક રાશિમાંથી નીકળીને પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આ સાથે તેમનાથી સાતમે ભ્રમણ કરી રહેલા પરમમિત્ર ગુરુદેવ સૂર્ય સાથે પ્રતિયુતિ કરીને અનોખો સંયોગ બનાવી રહ્યા છે. તદુપરાંત ૧૪ સપ્ટેમ્બર સુધી આ સૂર્યને કુંભના ગુરુની શુભ દૃષ્ટિ પ્રાપ્ત થતી હોવાથી સૂર્યરાજા રાજપંડિતની સલાહ (ધર્મ) સાથે રાખીને ન્યાય કરવાના મૂડમાં રહેવાના છે. સૂર્ય-ગુરુનું આ ભ્રમણ રાજકીય ક્ષેત્રે મહત્ત્વના નિર્ણયો લેવડાવે. આ ગોચર દરેક રાશિ પર કેવું રહેશે તે વિશે વધુ જાણીએ :

મેષ રાશિ : આ રાશિના જાતકોને સૂર્ય-ગુરુની યુતિ માનસિક, સામાજિક, શારીરિક અને બૌદ્ધિક રીતે નિર્ણય લેવાની ક્ષમતામાં વિશેષતા પ્રદાન કરશે. ખાસ કરીને વિદ્યાર્થીવર્ગ માટે આ ભ્રમણ શુભ સમાચાર લાવશે. અગ્નિનો કારક આ ગ્રહ પાંચમા ગર્ભસ્થાનમાં ભ્રમણ કરતો હોવાથી મેષ રાશિની ગર્ભવતી મહિલાઓએ આ સમય દરમિયાન ખાસ સાચવવાની જરૃર છે.

વૃષભ રાશિઃ આ જાતકોની ચંદ્રકુંડળીમાં સિંહનો સૂર્ય ચોથા સુખસ્થાને ભ્રમણ કરે છે અને ગુરુ દસમા કર્મસ્થાને છે. તેથી માતાનું સ્વાસ્થ્ય જાળવવું, પિતા સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. સ્વાસ્થ્ય તેમજ ખાનપાનનું ધ્યાન રાખવું. વ્યાપાર તેમજ સમાજમાં ઉન્નતિ ને લાભના અણસાર. સરકારી કાર્યોની અડચણ દૂર થશે.

મિથુન રાશિ : મિથુન રાશિના જાતકોને સિંહ રાશિનો સૂર્ય ત્રીજા પરાક્રમ ભાવમાં ભ્રમણ કરે છે તથા ગુરુદેવ ભાગ્યસ્થાનમાં ભ્રમણ કરી રહ્યા છે. પરાક્રમપતિનું પરાક્રમ સ્થાનમાં ગુરુથી દૃષ્ટિયુક્ત ભ્રમણ ઉચ્ચ સરકારી નોકરી મેળવવામાં મદદ કરશે. વ્યાપારી વર્ગને લાભ. આર્મી-મિલિટરી-પોલીસ કે કોઈપણ સરકારી ક્ષેત્રને લગતી નોકરી અપાવવામાં આ ગોચર મદદરૃપ બનશે.  

કર્ક રાશિ : સિંહ રાશિના સૂર્યનું આપની રાશિથી બીજા સ્થાનમાં ભ્રમણ તથા ગુરુનું આઠમા સ્થાનમાં ભ્રમણ આપની વાણીને આત્મવિશ્વાસથી ભરપૂર અને નિખાલસ બનાવશે જે બહાર કાર્યક્ષેત્રમાં ખૂબ માન અપાવશે. સત્ય ત્યારે જ બોલવું જ્યારે તે બીજાને પ્રિય લાગે. રાજનીતિથી જોડાયેલા કર્ક રાશિના લોકોને લાભ.

સિંહ રાશિ : સિંહ રાશિનો સૂર્ય આપની ચંદ્રકુંડળીમાં લગ્નસ્થાનમાં તેમજ ગુરુદેવ સાતમા સ્થાનમાં ભ્રમણ કરે છે. આ ભ્રમણ આપનાં વાણી-વર્તનમાં એક દબદબો લાવશે જે અન્યને અહંકાર જેવું પ્રતીત થાય. કોઈ વાતમાં વધુ આક્રમક ન બનાય તેનું ધ્યાન રાખવું. વિદ્યાર્થીવર્ગ, વ્યાપારીવર્ગને લાભ. સૂર્યનું ભ્રમણ મસ્તકના સ્થાને થતું હોવાથી માથામાં દુખાવો ન થાય તેમજ આંખોને લગતી તકલીફે ન થાય તે સાચવવું.

કન્યા રાશિ : સિંહ રાશિનો સૂર્ય આપના બારમા સ્થાનમાં ભ્રમણ કરવાથી વ્યયમાં વધારો કરશે. ઉપરાંત ગુરુદેવની બારમે દૃષ્ટિ વિદેશ જવામાં આવતી સરકારી અડચણો દૂર થશે. શત્રુઓને માત આપી શકશો. કોર્ટ-કચેરીનાં કામોમાં સફ્ળતા મળશે. ભાઈ-બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. વિવાદ સામેથી નોતરવાનું ટાળવું.

તુલા રાશિ : તુલા રાશિના જાતકોને સિંહના સૂર્યનું લાભસ્થાનમાં ભ્રમણ અતિ વિશિષ્ટકારક હોવાથી આર્િથક લાભ અપાવશે. આવકના નવા સ્ત્રોત ઊભા કરશે. પ્રેમીઓમાં અહંકાર વચ્ચે ન આવે તેનું ધ્યાન રાખવું. સૂર્યનું આ ભ્રમણ વ્યવસાયમાં તેમજ સરકારથી જોડાયેલી ચીજોમાં લાભ અપાવશે. સંતાનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

વૃિૃક રાશિ : આ રાશિના જાતકોને સૂર્યદેવનું ભ્રમણ દસમા કર્મસ્થાને થઈ રહ્યું છે. જ્યાં સૂર્યને દિગ્બળ પ્રાપ્ત થતું હોવાથી તે આપને આત્મવિશ્વાસ પ્રદાન કરે. ગુરુનું ભ્રમણ ચોથા સ્થાને થતું હોવાથી તે અનુકૂળતાઓમાં વધારો કરે. આપના માટે કાર્યક્ષેત્રમાં ગજબનાં સાહસ લેવડાવે જે અંતે સફ્ળતા પ્રાપ્ત કરાવે. વરિષ્ઠ લોકોની સલાહ/અનુભવ સફ્ળતા અપાવવામાં મદદ કરે. નોકરી ક્ષેત્રે ઉન્નતિના યોગ.

ધન રાશિ : ધન રાશિના જાતકોને ગુરુનું ભ્રમણ ત્રીજા સ્થાને તથા સૂર્યનું ભ્રમણ ભાગ્યસ્થાને થઈ રહ્યું છે જે ચોતરફ્થી આનંદ અને સફ્ળતા આપશે. કાર્યક્ષેત્ર તેમજ સમાજમાં સન્માન મળે. દરેક વર્ગના ધન રાશિના જાતકોને આ ગોચર લાભ આપશે. નવી શરૃઆત તથા નવાં કાર્યો લાભ કરાવે.

મકર રાશિ : આ જાતકોને સૂર્યનું ભ્રમણ આઠમા તથા ગુરુનું ભ્રમણ બીજા સ્થાને થતું હોવાથી ખાસ કરીને હૃદયરોગના દર્દીઓએ સાવચેતી રાખવી જરૃરી બને છે. કોઈ પણ રોગ વધી ન જાય તેની સાવધાની રાખવી. ધનહાનિ તેમજ કુટુંબીજનો સાથે ક્લેશ ન થાય તેનું ધ્યાન રાખવું. બીજે ગુરુ વાણીમાં બડાઈ હંકાવે જેથી વાણી પર નિયંત્રણ રાખવું.

કુંભ રાશિ : કુંભ રાશિના જાતકોને સૂર્યનું સિંહ રાશિમાં ભ્રમણ સાતમા સ્થાને થઈ રહ્યું છે જે દાંપત્યજીવનમાં નાના ખટરાગ ઊભા કરે. તેના પર ગુરુની દૃષ્ટિ હોવાથી વિવાદ શરૃઆતમાં જ શમી જાય. સાતમું સ્થાન પબ્લિક ઈમેજનું હોવાથી આપની પર્સનાલિટી આકર્ષક બને. વ્યાપારીઓ માટે ઉત્તમ સમય.  

મીન રાશિ : મીનના જાતકોને સૂર્યનું ભ્રમણ છઠ્ઠા સ્થાને થઈ રહ્યું હોવાથી વ્યર્થના વાદ-વિવાદથી બચવું. કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવા આ ભ્રમણ શ્રેષ્ઠ સમય ને તક પ્રદાન કરે છે. કોર્ટ-કચેરીના કેસોમાં વિજય નિિૃત છે. શત્રુઓ પરાજિત થાય. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઘૂંટણ ને આંખોની વિશેષ સંભાળ રાખવી. અહંકારમાં ખર્ચા ન વધે તેનું ધ્યાન રાખવું. બારમે ગુરુ દેખાદેખીનાં દાન-પુણ્ય કરાવે.  

ખાસ ટીપ : દરરોજ ઊગતા સૂર્યને અર્ધ્ય આપવાથી તથા પિતાનું સન્માન કરવાથી સૂર્યદેવની કૃપા જીવનમાં બની રહે છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો