સેગવા ચોકડીથી માલસર - શિનોર જતા માર્ગને ફોર લેન બનાવવા માગ  - Sandesh
  • Home
  • Baroda
  • સેગવા ચોકડીથી માલસર – શિનોર જતા માર્ગને ફોર લેન બનાવવા માગ 

સેગવા ચોકડીથી માલસર – શિનોર જતા માર્ગને ફોર લેન બનાવવા માગ 

 | 3:17 am IST

હાલમાં ફોરલેન કરાય તો નાણાં સમયનો બચાવ થાય

સેગવા ચોકડીથી રાજપીપળા જતાં રોડને ફોરલેન કરવાની દરખાસ્ત છે

ા શિનોર ા

શિનોર તાલુકામાંથી પસાર થતો સ્ટેટ હાઇવે ડભોઇ સેગવા ચોકડી થઇ રંગસેતુ પુલ પર રાજપીપળા જતાં રોડને ચારમાર્ગીય બનાવવાની દરખાસ્ત થઇ છે, જ્યારે ડભોઇથી સેગવા ચોકડીથી બીજો માર્ગ માલસર-શિનોર જાય છે. તે માર્ગ પર સેગવા ચોકડીથી આગળ માલસર નવીન પુલનું બાંધકામ શરૃ થયું હોઇ તેને પણ ચાર માર્ગીય બનાવવાની તિવ્ર માગ ઊઠી છે.

શિનોર તાલુકામાંથી મુખ્યત્વે બે સ્ટેટ હાઇવે પસાર થાય છે. ડભોઇથી સેગવા ચોકડી વાયા રંગસેતુ પુલ થઇ રાજપીપળા જતો માર્ગ છે. બીજો સ્ટેટ હાઇવે ડભોઇથી સેગવા ચોકડી વાયા શિનોર માલસર જતો માર્ગ છે. હાલમાં ડભોઇથી સેગવા ચોકડી વાયા રંગસેતુ પુલ થઇ રાજપીપળા સ્ટેટ હાઇવને ચાર માર્ગીય બનાવવા માટેની દરખાસ્ત માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવતા લોકોમાં આનંદ જોવા મળેલ છે. બીજી બાજુ સેગવા ચોકડીથી શિનોર થઇ માલસર જતા માર્ગને આગળ લંબાવવા ભરૃચ જિલ્લાને જોડવા માટે માલસર નર્મદા નદી પર પુલનંુ નિર્માણ કાર્યનો આરંભ થઇ ચૂકેલ છે. સેગવા ચોકડીથી શિનોર માલસર માર્ગનું  કામ હાલ મંથર ગતિએ ચાલે છે. ત્યારે ભવિષ્યમાં પણ આ માર્ગને ચાર માર્ગીય બનાવવાની જરૃરત ઊભી થવાની શક્યતાઓને લઇને હાલ ડભોઇ-સેગવા ચોકડીથી થઇ રાજપીપળા જતાં માર્ગને ચાર માર્ગીય માર્ગ બનાવવાની દરખાસ્ત થયેલ હોઇ સેગવા ચોકડીથી શિનોર-માલસર માર્ગને પણ ચાર માર્ગીય હાલ ચાલતા કામ સાથે બનાવવાની દરખાસ્ત કરવામાં આવે તો નાણાં સમયનો બચાવ થઇ શકેની ચર્ચાઓ ઉઠી છે.

;