સેટેલાઈટના બિલ્ડરે કચ્છના વેપારીને ૪૫ લાખ પરત નહીં કરી ચુનો લગાવ્યો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સેટેલાઈટના બિલ્ડરે કચ્છના વેપારીને ૪૫ લાખ પરત નહીં કરી ચુનો લગાવ્યો

સેટેલાઈટના બિલ્ડરે કચ્છના વેપારીને ૪૫ લાખ પરત નહીં કરી ચુનો લગાવ્યો

 | 12:58 am IST
  • Share

સેટેલાઇટમાં રહેતા બિલ્ડર વિરૃદ્ધ ગાંધીધામમાં રહેતા વેપારીએ રૃ.૪૫ લાખની છેતરપિંડીની ફરિયાદ મંગળવારે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. બિલ્ડરને વર્ષ ૨૦૧૩માં પૈસાની જરૃર પડતાં તેણે ગાંધીધામ રહેતા વેપારી મિત્ર પાસેથી ઉછીના રૃ.૪૫ લાખ લીધા હતા. બાદમાં બિલ્ડરે સિક્યોરિટી પેટે ત્રણ ફલેટ અને ચેક આપ્યા હતા. સમય જતાં બિલ્ડરે વેપારીને પરત પૈસા ન આપી અને સિક્યોરિટી પેટે આપેલા ત્રણેય ફલેટ બીજાને વેચી દીધા હતા. આ અંગે વેપારીએ સેટેલાઈટના બિલ્ડર વિરુધ્ધ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ગાંધીધામમાં રહેતા ચંદુભાઇ અભિચંદાની પ્રિન્ટીંગ પ્રેસનો વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પિતરાઇ ભાઇ અશોક અમદાવાદના સેટેલાઇટ ખાતે પલક ક્રિસ્ટલમાં રહે છે. અશોકની બાજુમાં બિલ્ડર અમિત રજનીકાંત જોષી રહે છે. ચંદુભાઇ અવારનવાર પિતરાઇ ભાઇને મળવા આવતા ત્યારે અમિત સાથે સંપર્ક થતો હતો. વર્ષ ૨૦૧૩માં અમિતને પૈસાની જરૃર પડતાં તેણે અશોકને વાત કરી હતી. બાદમાં અશોકે ચંદુભાઇને વાત કરી હતી. જેથી ચંદુએ પૈસા આપવાની હા પાડતા અમિત ચંદુભાઇને મળ્યો હતો. ત્યારે અમિતે રૃ.૪૫ લાખ ઉછીના માંગ્યા હતા. ચંદુએ અમિતને ૪૫ લાખ આપ્યા હતા. અમિતે સિક્યોરિટી પેટે નિકોલની મનાલી રેસિડેન્સીમાં ત્રણ ફલેટ અને ત્રણ ચેક ચંદુને આપ્યા હતા. જો કે, વર્ષ ૨૦૧૯માં ચંદુને પૈસાની જરૃરિયાત હોવાથી તેણે અમિત પાસે ૪૫ લાખ પરત માંગ્યા હતા. બાદમાં અમિતે ત્રણ ચેક ભરવાનું કહેતા એકાઉન્ટમાં પૈસા ન હોવાથી ચેક બાઉન્સ થયા હતા. ચંદુએ ત્રણ ફલેટ અંગે તપાસ કરતા અમિતે વર્ષ ૨૦૧૪માં અન્ય કોઇને આ ફલેટ વેચી દીધા હતા. આ અંગે ચંદુએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર અમિત વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન