સેન્સેક્સે 61,000 પોઇન્ટનો ઐતિહાસિક માઈલસ્ટોન વટાવ્યો  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સેન્સેક્સે 61,000 પોઇન્ટનો ઐતિહાસિક માઈલસ્ટોન વટાવ્યો 

સેન્સેક્સે 61,000 પોઇન્ટનો ઐતિહાસિક માઈલસ્ટોન વટાવ્યો 

 | 4:12 am IST
  • Share

  • સેન્સેક્સ 61,306, નિફ્ટી 18,339 પર બંધ આવ્યો, રોકાણકારોની મૂડીમાં રૂપિયા 2.03 લાખ કરોડનો વધારો નોંધાયો
  • રોકાણકારોની વેલ્થમાં રૂ. 2.03 લાખ કરોડની વૃદ્ધિ નોંધાઈ હતી અને તે રૂ. 272.76 લાખ કરોડ પર જોવા મળી હતી. 
  •  એક ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધીમાં 10 ટ્રેડિંગ સત્રોમાં રોકાણકારોની વેલ્થમાં 13.16 લાખ કરોડની વૃદ્ધિ થઈ છે. 

 

ભારતીય બજારમાં સતત છઠ્ઠા ટ્રેડિંગ દિવસ દરમિયાન તેજી જોવા જળવાઈ હતી. જેમાં બેન્ચમાર્કસે તેમની નવી ટોચ દર્શાવી હતી. બીએસઈ સેન્સેક્સ 568.90 પોઈન્ટ્સ ઊછળી 61,305.95ની સપાટીએ જ્યારે નિફ્ટી 176.80 પોઈન્ટસ ઊછળી 18,338.55ના સ્તરે બંધ રહ્યો હતો. રોકાણકારોની વેલ્થમાં રૂ. 2.03 લાખ કરોડની વૃદ્ધિ નોંધાઈ હતી અને તે રૂ. 272.76 લાખ કરોડ પર જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં પોઝિટિવ સંકેતો વચ્ચે ભારતીય બજારે ગુરુવારે ગેપ-અપ ઓપનિંગ દર્શાવ્યું હતું. કેટલોક સમય કોન્સોલિડેશન દર્શાવી બપોર બાદ નવેસરથી ખરીદી નીકળી હતી અને બેન્ચમાર્કસ તેમની નવી ટોચ પર પહોંચ્યાં હતાં અને લગભગ તેની નજીક જ બંધ જોવા મળ્યાં હતાં. માર્કેટને બેંકિંગ, આઈટી, મેટલ, પીએસઈ અને ઈન્ફ્રા જેવા ક્ષેત્રો તરફ્થી સપોર્ટ સાંપડયો હતો. બેંક નિફ્ટીએ 39,375.05ની સર્વોચ્ચ સપાટી દર્શાવ્યાં બાદ 39,340.90ના સ્તરે બંધ આપ્યું હતું.

ઓક્ટોબરમાં રોકાણકારોની વેલ્થ 13.16 લાખ કરોડ વધી

શેરબજારમાં જોવા મળી રહેલી અવિરત તેજીમાં રોકાણકારોની વેલ્થમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો છે. એક ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધીમાં 10 ટ્રેડિંગ સત્રોમાં રોકાણકારોની વેલ્થમાં 13.16 લાખ કરોડની વૃદ્ધિ થઈ છે. એટલે કે પ્રતિ દિવસ રોકાણકારોની વેલ્થમાં રૂ. 1.31 લાખ કરોડનો ઉમેરો થયો છે. સપ્ટેમ્બર આખરમાં રૂ. 259.60 કરોડ પર જોવા મળતી કુલ વેલ્થ ગુરુવારે કામકાજના અંતે રૂ. 272.76 લાખ કરોડ પર પહોંચી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો