સેન્સેક્સ 127 પોઇન્ટ ઘટી 58,177 અને નિફ્ટી 13ના ઘટાડે 17,355 થયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સેન્સેક્સ 127 પોઇન્ટ ઘટી 58,177 અને નિફ્ટી 13ના ઘટાડે 17,355 થયો

સેન્સેક્સ 127 પોઇન્ટ ઘટી 58,177 અને નિફ્ટી 13ના ઘટાડે 17,355 થયો

 | 2:00 am IST
  • Share

બીએસઈમાં સેન્સેક્સ સોમવારે ગુરુવારના ૫૮,૩૦૫.૦૭ બંધથી ૧૨૭.૩૧ પોઈન્ટ્સ (૦.૨૨ ટકા) ઘટયો હતો. સેન્સેક્સ ૫૮,૨૬૨.૧૧ ખૂલી, ઉપરમાં ૫૮,૩૧૪.૬૪ સુધી, નીચામાં ૫૭,૯૪૪.૬૩ સુધી જઈ અંતે ૫૮,૧૭૭.૭૬ પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટીમાં પણ ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી ૧૩.૯૫ પોઈન્ટ તૂટીને ૧૭,૩૫૫.૩૦ પોઈન્ટ ઉપર બંધ આવ્યો હતો. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૨૦ કંપનીઓ વધી અને ૧૦ કંપનીઓ ઘટી હતી.    માર્કેટ કેપ રૃ. ૨૫૬.૩૪ લાખ કરોડ રહ્યું હતું, જે ગુરુવારે રૂ. ૨૫૫.૫૪ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાઇસિસમાં બીએસઈ મિડ કેપ ૦.૩૨ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૮૦ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૦૪ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૦૯ ટકા અને બીએસઈ ઓલ કેપ ૦.૧૧ ટકા વધ્યા હતા, જ્યારે બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૦૯ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૦૬ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૦૭ ટકા ઘટયા હતા. બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૬૩ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૨.૬૨ ટકા વધ્યા હતા. સેક્ટરલ ઈન્ડાઇસિસમાં બેઝિક મટિરિયલ્સ ૧.૦૮ ટકા, સીડીજીએસ ૦.૧૮ ટકા, એફ્એમસીજી ૦.૦૭ ટકા, હેલ્થકેર ૦.૩૭ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૨૪ ટકા, આઈટી ૦.૬૮ ટકા, ટેલિકોમ ૦.૭૧ ટકા, યુટિલિટીઝ ૧.૨૦ ટકા, ઓટો ૦.૦૮ ટકા, મેટલ ૧.૪૭ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૦૪ ટકા, પાવર ૦.૨૩ ટકા, રિયલ્ટી ૦.૬૨ ટકા અને ટેક ૦.૬૫ ટકા વધ્યા હતા, જ્યારે એનર્જી ૧.૫૧ ટકા, ફઈનાન્સ ૦.૧૮ ટકા, બેન્કેક્સ ૦.૫૦ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૦૫ ટકા અને કન્ઝયુમર ડયૂરેબલ્સ ૦.૧૮ ટકા ઘટયા હતા.   એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં તાતા કન્સલ્ટન્સી ર્સિવસીસ ૧.૩૮ ટકા, ભારતી એરટેલ ૧.૩૬ ટકા, બજાજ ફ્નિસર્વ ૧.૨૧ ટકા, તાતા સ્ટીલ ૧.૦૯ ટકા અને મારુતિ સુઝુકી ઈન્ડિયા ૧.૦૫ ટકા વધ્યા હતા, જ્યારે રિલાયન્સ ૨.૨૨ ટકા,આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૭૯ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૮૬ ટકા, એચડીએફ્સી બેન્ક ૦.૭૮ ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૭૧ ટકા ઘટયા હતા. એ ગ્રૂપની ૫ કંપનીઓને ઊપલી સર્કિટ લાગી હતી, જ્યારે બી ગ્રૂપની ૪૯ કંપનીઓને ઊપલી અને ૧૧ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધા ગ્રૂપની ૫૮૩ કંપનીઓમાંથી ૩૭૨ કંપનીઓને ઊપલી અને ૨૧૧ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન