સેમસંગે લોન્ચ કર્યો ગેલેક્સી J2 પ્રો, 26 જુલાઈથી મળશે ભારતીય માર્કેટમાં - Sandesh
  • Home
  • Technology
  • સેમસંગે લોન્ચ કર્યો ગેલેક્સી J2 પ્રો, 26 જુલાઈથી મળશે ભારતીય માર્કેટમાં

સેમસંગે લોન્ચ કર્યો ગેલેક્સી J2 પ્રો, 26 જુલાઈથી મળશે ભારતીય માર્કેટમાં

 | 7:28 pm IST

સેમસંગે પોતાનો નવો સ્માર્ટફોન ગેલેક્સી j2 પ્રો ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 9,980 રૂપિયા રાખવામાં આવી છે. 26 જુલાઈથી આ સ્માર્ટફોન સ્નેપડીલ પર વેચાણ માટે ઉપલબ્ધ હશે.  ટૂંક સમય પહેલા જ કંપનીએ જે2 વેરિયેટ લોન્ચ કર્યો હતો.

ગેલેક્સી જે2 પ્રોના બેક પેનલ ઉપર સ્માર્ટ ગ્લો રિંગ આપવામાં આવી છે. આ રિંગ રિયર કેમેરાની ચારે બાજુ છે અને તે એલઈડીની બનેલી છે. જ્યારે પણ કોઈ નોટિફિકેશન સ્માર્ટફોન પર આવશે તો એલઈડીમાં લાઈટ થઈ  જશે, જેના કારણે  તમને નોટિફિકેશનની ખબર પડી જશે. કોઈ ખાસ એપ માટે તમે આ રિંગની કોઈ  ખાસ લાઈટની પસંદગી પણ કરી શકો છો.આ સ્માર્ટફોન ટર્બો સ્પીડ ટેકનોલોજી સાથે આવી રહ્યો છે. જે તમારી રેમને ક્લીન કરતું રહેશે જેના કારણે એપની તુલનામાં 40 ટકા ફાસ્ટ ચાલશે.
આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશનની વાત કરીએ તો આમાં 5 ઈંચની એચડી એમોલેડ સ્ક્રિન આપવામાં આવી છે. જે2 પ્રોમાં 1.5 GHz ક્વોડ કોર પ્રોસેસર અને 2જીબી રેમ આપવામાં આવી છે. ઈન્ટરનલ સ્ટોરેજની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 16 જીબી મેમોરી છે, જેને 128 જીબી સુધી વધારી શકાય  છે.

કેમેરાની વાત કરીએ તો ગેલેક્સી જે2 પ્રોમાં 8 મેગાપિક્સલનો રિયર અને 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ડિવાઈસ 6.0 માર્શમેલો ઓએસ ઉપર ચાલે છે. ક્નેક્ટિવિટીની વાત કરીએ તો જે2 પ્રોમાં 4જી એલટીઈ ડ્યુલ સિમ, યૂએસબી, જીપીએસ, વાઈ-ફાઈ જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે. આ મોબાઈલમાં 2600 mAhની બેટરી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન