સેલંબા ગામમાં બૅંકનું એટીએમ મશીન છાશવારે ખોટકાતાં ખાતેદારો પરેશાન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સેલંબા ગામમાં બૅંકનું એટીએમ મશીન છાશવારે ખોટકાતાં ખાતેદારો પરેશાન

સેલંબા ગામમાં બૅંકનું એટીએમ મશીન છાશવારે ખોટકાતાં ખાતેદારો પરેશાન

 | 3:15 am IST

બેન્ક ઓફ બરોડાનું એટીએમ મશીન પંદર દિવસથી બંધ

। સેલંબા ।

સેલંબા નગર ખાતે આવેલ બેંક ઓફ્ બરોડાનું એ.ટી.એમ મશીન છાશવારે ખોટકાતા ખાતેદારો હેરાન પરેશાન થઈ ઉઠયા છે. ખાતેદારોને નાણાં ઉપાડવા માટે છેક તાલુકા મથક સુધી લાંબા થવું પડે છે. ખાતેદારો નું કહેવું છે કે છેલ્લા પંદર થી વીસ દિવસ થી એ.ટી.એમ મશીન બંધ અવસ્થામાં જોવા મળી રહ્યું છે. એ.ટી.એમ. મશીન બંધ પડી રહેતા ખાતેદારોને નાણા માટે વલખા મારવા પડી રહ્યા છે.

સેલંબા નગર વેપારી મથક તરીકે જાણીતું છે. વેપારી મથક હોવાને લીધે આજુબાજુ વિસ્તાર ના લોકો સેલંબા ખાતે જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ ખરીદવા અહીં આવતા હોય છે. અહીં બે એ.ટી.એમ મશીનો આવેલા છે.એક બેંક ઓફ્ બરોડા અને બીજું સ્ટેટ બેન્ક ઓફ્ ઇન્ડિયા એમ બે એ.ટી.એમ મશીનો આવેલા છે. એમાં બેંક ઓફ્ બરોડાનું એ.ટી.એમ મશીન  બ્રાન્ચ ની બહાર જ આવેલું છે. આ એ.ટી.એમ. મશીન છેલ્લા પંદર વીસ દિવસ થી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. એ.ટી.એમ. મશીન બંધ હાલતમાં રહેતું હોવાથી નાણાં ઉપાડવા ખાતેદારો ને ભારે મુસીબતો નો સામનો કરવો પડે છે. આ એ.ટી.એમ. મશીન વારંવાર બગડયા કરતું હોવાથી એ.ટી.એમ. સેવાથી નાગરીકોને વંચીત રહેવું પડે છે. એ.ટી.એમ. બંધ રહેતા ખાતેદારો ને વીલા મોઢે પાછા જવું પડે છે.

સેલંબા બેંક ઓફ્ બરોડા નું એ.ટી.એમ. મશીન બંધ રહેતા ખાતેદારો ને છેક એક કિલોમીટર દૂર આવેલ એસ.બી.આઈ. બેંક ના એ.ટી.એમ. સુધી લાંબા થવું પડી રહ્યું છે. જો એ પણ બંધ હોય તો ખાતેદારો ને છેક તાલુકા મથક સાગબારા સુધી લાંબા થવાની ફ્રજ પડે છે. જેમાં ખાતેદારો નો સમય અને નાણાં બંને નો વ્યય થાય છે. સેલંબા ખાતે આવેલ બેંક ઓફ્ બરોડા નુંએ.ટી.એમ. મશીનમાં આવતી ખામીઓને લઇ ખાતેદારો ની હાલત કફેડી બની જવા પામી છે. ગામડે થી નાણાં ઉપાડવા આવતા નાગરિકોને એ.ટી.એમ. મશીન બંધ જણાતા તેઓનો ફ્ેરો ફેગટ જાય છે અને નાણાં નો પણ વ્યય થાય છે. રોજ રોજ ભાડા ખર્ચી ને ખાતેદારો પરેશાન થઇ ગયા છે.આમ ઉપરોક્ત બાબતે બેંકના સ્ટાફ્ને એ.ટી.એમ. મશીન બંધ બાબતે ખાતેદારો દ્વારા અનેકોવખત બેંક ના સત્તાધીશો ને રજૂઆતો કરવા છતાં આનો ઉકેલ લાવવામાં બેંક ના સત્તાધીશો નિષ્ફ્ળ રહ્યા હોવાનું જણાય રહ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;