સેલિબ્રિટીના મોતને બધાએ  'તમાશો' બનાવી દીધો છે? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • સેલિબ્રિટીના મોતને બધાએ  ‘તમાશો’ બનાવી દીધો છે?

સેલિબ્રિટીના મોતને બધાએ  ‘તમાશો’ બનાવી દીધો છે?

 | 12:30 am IST
  • Share

કોઇ સેલિબ્રિટીનું મૃત્યુ થયું છે એના બ્રેકિંગ ન્યૂઝ આવે એ સાથે જ લોકોનાં સ્ટેટસ ધડાધડ અપલોડ થવા માંડે છે. શ્રદ્ધાંજલિ, રેસ્ટ ઇન પીસ, વીલ મિસ યુ જેવાં એકાદ બે વાક્યો લખીને તેનો ફેટો અપલોડ કરી દેવામાં આવે છે. થોડા દિવસો અગાઉ ટેલિવિઝન સ્ટાર સિદ્ધાર્થ શુક્લાનું અવસાન થયું. નો ડાઉટ, સિદ્ધાર્થ યંગ હતો, હેન્ડસમ હતો અને યંગસ્ટર્સમાં પોપ્યુલર હતો એટલે બધાને દુઃખ તો થવાનું જ છે, પણ સાથોસાથ એવું પણ ઘણું બધું થયું જે વિચારતા કરી મૂકે છે. સિદ્ધાર્થના ચાહકોએ પોતપોતાની રીત સિદ્ધાર્થને યાદ કર્યો. સિદ્ધાર્થની પ્રેમિકા શહેનાઝની હાલત કેટલી ખરાબ થઇ ગઇ હશે એની પણ ચિંતાઓ કરી. બિગ બોસમાં સિદ્ધાર્થ અને શહેનાઝ વચ્ચેની વાતચીતના રિલ્સ ફ્રવા લાગ્યા. સિદ્ધાર્થ પહેલાં દિલીપ કુમારનું અવસાન થયું. દિલીપ કુમારની એકેય ફ્લ્મિ જોઈ ન હોય એવા લોકોએ પણ તેમના ફેટા વોટ્સએપ અને બીજા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા. સુશાંતસિંહના અવસાન વખતે તો સોશિયલ મીડિયા રીતસરનું છલકાઇ ગયું હતું. સુશાંતની વિદાયને એક વર્ષ થયું ત્યારે પણ લોકોએ તેને યાદ કર્યો.

પોતાના પ્રિય કલાકારની વિદાયથી દુઃખ થાય એ સ્વાભાવિક છે. લોકોનો રિસ્પોન્સ પણ અમુક હદ સુધી સમજી શકાય, પરંતુ હવે ધીમે ધીમે જે થઇ રહ્યું છે એની સામે સવાલો ઊઠવા લાગ્યા છે. ફ્લ્મિ કલાકાર અક્ષય કુમારનાં માતા અરુણા ભાટિયાનું ગયા અઠવાડિયે અવસાન થયું ત્યારે પણ અક્ષયના તેની માતા સાથેના ફેટોગ્રાફ્સ ખૂબ ર્ફ્યા. માતાની અંતિમવિધિ વખતે અક્ષય ઉદાસ હતો એના ફેટા પણ વાઇરલ થયા. સ્વજનની વિદાયથી કોઇપણ વ્યક્તિ ભાંગી પડે એ સ્વાભાવિક છે. મંદિરા બેદીના હસબન્ડ અને ફ્લ્મિ મેકર રાજ કૌશલના અવસાન વખતે પણ એવું જ થયું હતું. રાજની અંતિમવિધિમાં મંદિરાએ જે કપડાં પહેર્યાં હતાં એમાં પણ મંદિરાને ટ્રોલ કરવામાં આવી હતી. કોઇનું મૃત્યુ થાય એટલે ચારેય બાજુ એના વિશેની જ વાતો ગાજવા માંડે. એક-બે દિવસ અને કોઇ મોટું નામ હોય તો ત્રણ-ચાર દિવસ બધું ચાલે, એ પછી બધું ભુલાઇ જાય! સિદ્ધાર્થ શુક્લાના અવસાન વખતે જે રીતે બધું ગાજ્યું એ જોઇને એક માણસે એવો સવાલ કર્યો કે, સિદ્ધાર્થ જેવા સામાન્ય કલાકારના મોત વખતે આટલું બધું થયું તો ‘આ’ કલાકાર, ‘આ’ સ્પોર્ટ્સમેન અને ‘આ’ સિંગર મરી જશે ત્યારે તો કોણ જાણે શું થશે? આવું બોલનારે એ કલાકાર, ખેલાડી અને સિંગરનાં નામ પણ લીધાં હતાં! આવું સાંભળીએ ત્યારે એવો વિચાર તો આવી જ જાય કે, લોકોની સંવેદનાઓને આખરે થયું છે શું? આપણે બધા આ શું કરી રહ્યા છીએ?

સિદ્ધાર્થ શુક્લાના અવસાન પછી સ્ટેન્ડઅપ કોમેડિયન અને યુટયૂબર ઝાકીર ખાને સોશિયલ મીડિયા પર લખેલી પોસ્ટની સારી એવી ચર્ચાઓ થઇ છે. ઝાકીરે લખ્યું કે, સેલિબ્રિટીના મોતને લોકોએ તમાશો બનાવી દીધો છે. ઝાકીરે લખ્યું કે, વો તુમ્હેં ઇન્સાન નહીં સમજતે. ઇસ લિયે નહીં હૈ કોઇ લાઇન. ના કોઇ બાઉન્ડ્રીઝ હૈ. તુમ્હારી લાશ ઉનકે લિયે કોઇ રૃહ નિકલા હુઆ જિસ્મ નહીં, બસ, તસવીર લેને કા ઓર એક મોકા હૈ, જીતની હો સકે ઉતની. યે વૈસા હૈ જૈસે, દંગો મેં કિસી જલતે ઘર મેં સે બર્તન ચૂરાને કી કોશિશ કરના. ક્યું કી ઉસ કે બાદ, તુમ કામ હી ક્યા આઓગેં? જ્યાદા સે જ્યાદા દસ તસવીરે, પાંચ ખબરેં, તીન વીડિયોઝ, દો સ્ટોરીઝ, એક પોસ્ટ ઓર બસ ખત્મ. ઇસ લિએ તુમ્હારી મોત તમાશા હી રહેગી. રોતી માં ભી તમાશા, ગમ સે તૂટા હુઆ બાપ તમાશા, બેસૂધ બહન, હિમ્મત હારે હુએ ભાઇ, તુમસે મોહબ્બત કરતા હર ઇન્સાન ઉનકે લિએ બસ તમાશા હૈ. તુમ જિંદા હોતે તો બાત અલગ થી. તુમ્હારે મરને કે બાદ તુમ્હારે રોતે બિખરતે અપને, અબ ઇન કી ભૂખ મિટાએંગે. બસ, બતા રહા હૂં કી યહી જિંદગી ચૂની હૈ તુમને ઔર મૈંને. જીતે જી યે બાત માલૂમ રહે, તો શાયદ તુમ્હે મલાલ કમ હોગા, આખરી બાર આંખે બંદ હોને સે પહેલે. ઇસ લિએ ખુશ રહો. અપને દોસ્તોં મેં, પ્યાર કરો અપને લોગોં સે, બહુત સારા શીખો, નયે રિશ્તેં બનાઓ, બસ ઉનકે લિએ મત જીના, જીતના બચા હૈ અપને લિએ જીના, ક્યોં કિ ઉનકે હિસાબ સે તુમ ઇન્સાન હી નહીં હો.

ઝાકીરની આ પોસ્ટ મિસિસ અનુષ્કા વિરાટ કોહલી સહિત અનેક સેલિબ્રિટીએ શેર કરી છે. ઝાકીરે આમ તો સેલિબ્રિટીઓ માટે લખ્યું છે કે, તમે તમારા માટે અને તમારા લોકો માટે જીવજો, પણ એની સાથોસાથ સેલિબ્રિટીના મોતને તમાશો બનાવી દેવાય છે એની વાત પણ કરી છે. પોસ્ટનું હાર્દ તો એ જ છે કે, મોતને તમાશો બનાવી દેવાય છે.

એક સેલિબ્રિટીએ કહેલી આ સાવ સાચ્ચે સાચી વાત છે. એક કાર્યક્રમ પછી તેની સાથે સેલ્ફ્ી લેવા માટે પડાપડી થઇ રહી હતી. એ પણ બધા સાથે સેલ્ફ્ી પડાવતા હતા. થોડાક નવરા પડયા એટલે તેણે કહ્યું કે, આ બધી સેલ્ફ્ી શા માટે ખેંચવામાં આવે છે એ તને ખબર છે? આ સેલ્ફ્ી બે વખત સોશિયલ મીડિયા પર ચડશે. એક તો આજે ચડાવી દેશે. એવું જાહેર કરવા માટે કે, હું આ સેલિબ્રિટીને ઓળખું છું. હું તેને મળ્યો હતો. એને લાઇક્સ અને કમેન્ટ્સ મળી જશે. બાદમાં આ સેલ્ફ્ી ગેલેરીમાં સચવાઇને પડી રહેશે. એ પછી જ્યારે હું મરી જઇશ ત્યારે પાછી એ સેલ્ફ્ી શ્રદ્ધાંજલિમાં કામ આવશે. હા, વચ્ચે કોઇ કોન્ટ્રોવર્સી થઇ, કોઇ એવોર્ડ મળ્યો કે બીજું કંઇક થયું તો સેલ્ફ્ી પાછી કામ લાગે પણ ખરી! આ વાત સાવ ખોટી તો નથી જ!

ટોકિયો ઓલિમ્પિકમાં નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ મળ્યો એ સાથે ધડાધડ તેના ફેટા અપલોડ થવા લાગ્યા હતા. એમાં મોટા ભાગના એવા હતા જેને નીરજ ચોપરા કોણ છે અને એ કઈ ગેમ રમે છે એની પણ ખબર નહોતી. એક એવી પોસ્ટ પણ વાઇરલ થઇ હતી કે, ચાલો છોકરીઓ, હવે ક્રશનો ફેટો બદલવાનો સમય આવી ગયો છે! આ મુદ્દે ચર્ચા વખતે એક યુવાને એવું કહ્યું કે, કોઇને આ રીતે બિરદાવવામાં આવે કે યાદ કરવામાં આવે એમાં ખોટું શું છે? અમને એનું પ્રાઉડ હોય છે. આમ જુઓ તો, વાત ખોટી પણ નથી. અત્યારે સોશિયલ મીડિયા છે તો બધા પોતાની ફ્ીલિંગ્સ એક્સપ્રેસ કરે છે.

બાકી બધા કિસ્સા તો ઠીક છે, સવાલ એ છે કે મોતનો મલાજો જળવાય છે? જે સેલિબ્રિટી ચાલી ગઇ છે એનાં સ્વજનોની હાલત આપણે સમજીએ છીએ? આ સવાલ જેટલો લોકો માટે છે એટલો જ મીડિયા માટે પણ છે. મીડિયાના લોકોની દલીલ એવી છે કે, લોકોને જ આવું બધું જોઈએ છે. સાથોસાથ કમ્પિટિશન પણ એવી છે કે, ન આપે એ ફ્ેંકાઇ જાય! કોઇ મૃત્યુ પામે એ પછી તેના મૃતદેહને તેના ઘરે લઇ જવામાં આવે, બધી વિધિઓ થાય, અંતિમયાત્રા નીકળે, કોણ કોણ આવ્યું એની સાથે કોણ ન આવ્યું એની પણ ચર્ચાઓ થાય. પ્રાર્થનાસભાઓમાં વર્તનથી માંડીને ડ્રેસિંગ સુધીની બધા નોંધ લે! આવું બધું કેટલું વાજબી ગણાય? અલબત્ત, એક સેલિબ્રિટીની નજીકની વ્યક્તિએ એવું કહ્યું હતું કે, અમુક પ્રસંગોમાં સેલિબ્રિટીઓ પણ એટલા માટે જ જતી હોય છે કે એની નોંધ લેવાય! એન્ટરટેઇનમેન્ટ એક્સપર્ટ્સ એવું કહે છે કે, આવું બધું ચાલતું જ રહેવાનું છે. માત્ર ચાલશે જ નહીં, દિવસે ને દિવસે વધતું પણ જશે. લોકોને પણ રોજ કંઈક નવું જોઇએ છે, રોજેરોજ વાઇરલ વીડિયો જોઇએ છે, રિલ્સ જોઇએ છે, લાઇક્સ અને કમેન્ટ્સ જોઈએ છે, ફેલોઅર્સ જોઈએ છે અને કંઈ ન જોઈતું હોય તો ચર્ચા કરવા માટે વિષય જોઈએ છે! દુઃખના પણ દેખાડાનો આ જમાનો છે! વાત મોતની હોય કે સેલિબ્રિટીના ઘરે બાળકના જન્મની, વાત લગ્નની હોય કે ડિવોર્સની, વાત સફ્ળતાની હોય કે નિષ્ફ્ળતાની, વાત સેક્સની હોય કે ક્રાઇમની, વાત ભપકાની હોય કે ભવાડાની, તમાશા તો થતાં જ રહેવાના છે! કાલ્પનિક વાર્તાઓ કરતાં આમેય લોકોને રિયાલિટીમાં વધુ રસ પડતો હોય છે!

હા એવું છે!

નેવું ટકા લોકો મોબાઇલ ફેન એટલો જ દૂર રાખે છે જ્યાં પોતાનો હાથ પહોંચી જાય. રાતે સૂતી વખતે પણ મોટા ભાગના લોકો મોબાઇલને હાથવગો એટલે કે હાથ ફ્ેલાવો ત્યાં મળી જાય એ રીતે જ રાખે છે!    ાાટ્વહંેજ્રખ્તદ્બટ્વૈઙ્મ.ર્ષ્ઠદ્બ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન