સેલિબ્રિટીનું તો એવું બધું - Sandesh
  • Home
  • Entertainment
  • સેલિબ્રિટીનું તો એવું બધું

સેલિબ્રિટીનું તો એવું બધું

 | 2:18 am IST

ધારો કે આપણને કોઈ રેસ્ટોરન્ટની કોઈ અમુક ખાસ વાનગી બેહદ પ્રિય હોય અને તે આપણે હોઈએ તેનાથી માઈલો દૂર હોય તો શું કરીએ? સીધી વાત છે કે, આસપાસમાં મળતી વાનગી મેળવીને આરોગી લઈએ. પરંતુ આ તો થઈ આપણા જેવા સરેરાશ માણસની વાત છે. પણ જો જાણીતી ગાયિકા અડેલની વાત કરવામાં આવે તો મામલો જુદો થઈ જાય છે. બન્યું એવું કે અડેલે પોતાની મનગમતી જગ્યાના પિત્ઝા જમવા માટે હોટેલના સ્ટાફને ૧૪૦ માઈલનું મુસાફરી કરાવી. અને નવાઈની વાત એ છે કે એટલે દૂરથી પિઝા આવ્યા પછી અડેલે પિત્ઝાને આરોગવાની વાત તો દૂર રહી તેને સ્પર્શ પણ ન કર્યો અને કોઈ બીજી વ્યક્તિને ખાવા માટે આપી દીધા. આ ઘટના લંડનની છે. લંડનમાં સોહો ફાર્મહાઉસમાં અડેલ રોકાઈ હતી. સોહો ફાર્મહાઉસના સિનિયર સ્ટાફે જણાવ્યું કે, અમારા બધા કર્મચારીઓ અમારે ત્યાં આવતા મહેમાનની દરેક માગને પૂરી કરવા માટે તત્પર રહે છે. એટલે અડેલે જ્યારે અમુક ખાસ જગ્યાના પિત્ઝાની ડિમાન્ડ કરી ત્યારે અમે તેને પૂરી કરી. પરંતુ અમારી આટલી મહેનત પછી પણ તેઓ પિત્ઝાને અડયા પણ નહી. આ ઘટના જાહેરમાં આવ્યા પછી ગાયિકા અડેલને ખુલાસો કરવાની જરૃરિયાત અનુભવાઈ. તેણે એક કોન્સર્ટ દરમિયાન આ અંગે ખુલાસો કરતાં કહ્યું કે, મેં એટલે બધે દૂરથી પિત્ઝા મંગાવ્યા હોવાની વાત જ બકવાસ છે. અને પિત્ઝા આવ્યા પછી મેં તે ખાધા નહીં તે તો તેનાથી પણ વધુ મોટી બકવાસ છે. હું જે હોટેલમાં રોકાઈ હોય ત્યાંના સ્ટાફને આસપાસ નજીકમાંથી પિત્ઝા લેવા માટે મોકલું છું અને તે આવી ગયા  બાદ હોંશે હોંશે ખાઉં છું પણ ખરી!