સેવણીની વિધવા અને તેના જમાઇને ઢોર માર મરાયો - Sandesh
  • Home
  • Surat
  • સેવણીની વિધવા અને તેના જમાઇને ઢોર માર મરાયો

સેવણીની વિધવા અને તેના જમાઇને ઢોર માર મરાયો

 | 8:39 pm IST

સુરત : કામરેજનાં સેવણી ગામે ગૌચર ફળિયામાં રહેતા ડાહીબેન રામાભાઇ વસાવા તેની પુત્રી દક્ષાબેન અને જમાઇ મુકેશભાઇની સાથે રહી મજૂરી કામ છે. તેમનો જમાઇ મુકેશભાઇ છેલ્લા દશેક દિવસથી ગામના રાજુ ઉર્ફે ભલો કાનજીભાઇ રાઠોડને ત્યાં ખેતરમાં ભીંડા તોડવા માટે ન જતા તા.૧૯ના રોજ દીપક રાઠોડ, પરેશ રાઠોડ અને રાજુ રાઠોડે રાત્રીના સમયે તેના ઘરે જઇ ગમે તેમ ગાળો બોલ્યા હતા, અને કહ્યું કે મુકેશ ભીંડા તોડવા કેમ નથી આવતો. જેથી ડાહીબેને ગાળો ના પાડતા ત્રણેયે તેને ઢીકમુક્કીનો માર માર્યો હતો, અને જતા જતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, ત્યાર બાદ ઉક્કડભાઇ રાઠોડ અને ધનસુખભાઇ રાઠોડ તેના ઘરમાં જઇ ગમે તેમ ગાળો બોલી વાળ પકડી માર માર્યો હતો. આ દરમિયાન તેનો જમાઇ મુકેશભાઇ ગામમાં આવતા તેને પણ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપીને કહ્યું કે આ સેવણી ગામ છોડીને ચાલ્યા જવા કહેતા ડાહીબેને પાંચેય શખ્સો વિરુદ્ધ શુક્રવારે કામરેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.