સોએબ પાર્ક સોસા.ની પાણીની ટાંકી સાથે જોડાણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સોએબ પાર્ક સોસા.ની પાણીની ટાંકી સાથે જોડાણ

સોએબ પાર્ક સોસા.ની પાણીની ટાંકી સાથે જોડાણ

 | 2:30 am IST

પાણીની મુશ્કેલીથી ત્રસ્ત ૫૦ સોસા.ના રહીશોને રાહત મળી

વોર્ડ નં.૨માં ડુંગરી પાણીની ટાંકી ધરાશાય હતી

। ભરૂચ ।

ભરૂચ નગરના પિૃમ વિસ્તારમાં આવેલ ૫૦ થી વધુ સોસાયટી તેમજ સ્લમ વિસ્તારમાં પાણીના પ્રશ્નનો નિકાલ કરવા માટે અવારનવાર નગરપાલિકામાં રજુઆત કરાતા આખરે આ સમસ્યાનું નિરાકરણ આવ્યુ હતુ. ભરૂચ પાલિકાના વોર્ડ નં. ૨ માં આવેલ ડુંગરી પાણીની ટાંકી ગત વરસે ધરાશાય થઈ હતી. જેથી આ ટાંકી સાથે જોડાયેલ ૫૦ થી વધુ સોસાયટી અને સ્લમ વિસ્તારમાં પાણી પુરવઠો પહોંચાડવા માટે સોએબ પાર્ક સોસાયટીની પાણી ટાંકી સાથે જોડાણની કામગીરી પુર્ણ કરવામાં આવી હતી.

પાલિકા પ્રમુખ અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ મુખ્ય પાઈપલાઈનને સોએબ પાર્કમાં આવેલી ટાંકીમાં જોડાણ કરી પાણીની સમસ્યાઓનો નિકાલ કરવામા આવતા ડુંગરી ટાંકીથી સિરાજ પાર્ક, મદની પાર્ક, સલમાન પાર્ક, સોયેબ પાર્ક, હુસેનીયા સોસાયટી, જાકીર પાર્ક, શબનમ પાર્ક, લીંબુ છાપરી વિસ્તાર, ધોળી તળાવ, ભરૂચા મુસ્લિમ સોસાયટી, મોરલ હાઈલેન્ડ, સફારી પાર્ક, મુમતાઝ પાર્ક, સુહેલ પાર્ક, વસીલા સોસાયટી, સંતોષી વસાહત, નન્નુમીંયા વિસ્તાર, બીજલી નગર અને અન્ય સોસાયટીઓ, પોલીસ હેડકવાર્ટસ, ગોકુલ નગર, નવી નગરી, તાડીયા, ફિરદોષ સોસાયટી વગેરે વિસ્તારોમાં પાણી પુરવઠો પહોંચાડતી મુખ્ય પાઈપલાઈનનું જોડાણ સોએબ પાર્ક ટાંકીની મુખ્ય પાઈપલાઈન સાથે કરવાની કામગીરી આજરોજ નગરપાલિકા દ્વારા પુર્ણ કરવામાં આવી હતી.

તેમજ લોકોને સમયસર પાણી અને ફોર્સ સાથે પાણી મળી રહે તે માટે પાઈપલનું જોડાણ કરતા સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો. સોએબ પાર્ક ટાંકીથી વિવિધ વિસ્તારોમાં પાણી આપવાની વિતરણ વ્યવસ્થાનું લોકાર્પણ ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાના વરદહસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે વોટર કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, સ્થાનિક કોર્પોરેટર શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;