સોનગઢમાંથી માતેલ સાંઢની જેમ પસાર થતા મોટા વાહનો - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • સોનગઢમાંથી માતેલ સાંઢની જેમ પસાર થતા મોટા વાહનો

સોનગઢમાંથી માતેલ સાંઢની જેમ પસાર થતા મોટા વાહનો

 | 1:33 am IST

ભાવનગર, તા.૯

ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઈ-વે પર સોનગઢ ગામ આવેલ છે. સોનગઢમાંથી સતત ૨૪ કલાક વાહનોની અવર જવર રહેવા પામે છે. આ ધોરીમાર્ગ પર જ સોનગઢ ગામની બજાર છે. પરંતુ અહિથી પસાર થતી વેળાએ વાહનો માંતેલા સાંઢની માફક નિકળે છે. જેના કારણે અકસ્માતની ભીતિ રહેવા પામે છે. અહિ વાહનોની ગતિ પર નિયંત્રણ લાવવા માટે માર્ગમાં બે સ્થળોએ બમ્પ મૂકવા માટે ઉગ્ર માંગ ઉઠી છે.

સોનગઢ ગામ ભાવનગર-રાજકોટ ધોરીમાર્ગની બન્ને સાઈડમાં વહેચાયેલુ છે. અહિ શાળાઓ, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, બેન્કો સહિતની કચેરી આવેલ છે. અહિ વિદ્યાર્થીઓ, મહિલાઓ, કર્મચારીઓને માર્ગ ક્રોસ કરવાની વારંવાર જરૃરિયાત ઉભી થાય છે. પરંતુ ગામમાં એક પણ બમ્પ નથી. નોંધનિય છે કે, અગાઉ અહિ કુમારભાઈની દુકાન પાસે તેમજ ચોરાવાળા રસ્તા પાસે એમ બે જગ્યાએ બમ્પ હતા.

આ બન્ને સ્થળોએ પૂનઃ બમ્પ મૂકવામાં આવે તો વાહનોની ગતિ પર નિયંત્રણ આવી શકે તેમ છે. આ માર્ગ પર ગામની મૂખ્ય બજાર હોવાથી આમલોકોની સતત અવર જવર રહે છે. પરંતુ વાહન ચાલકો દ્વારા ગતિ મર્યાદાનું કોઈ પાલન થતુ નથી. ગામમાંથી પસાર થતી વખતે બેફામ સ્પીડમાં વાહનો ચલાવાતા હોવાથી મોટી દૂર્ઘટના સર્જાવાની સંભાવના રહેતી હોવાથી બે જગ્યાએ બમ્પ મૂકવામાં આવે એવી માંગ ઉઠી છે.

;