સોનામાં સુધારો, ચાંદી અને ક્રૂડ નરમ - Sandesh
  • Home
  • Business
  • સોનામાં સુધારો, ચાંદી અને ક્રૂડ નરમ

સોનામાં સુધારો, ચાંદી અને ક્રૂડ નરમ

 | 3:31 am IST

અમદાવાદ તા.ર૧

એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદાઓમાં સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં ૨,૪૪,૫૬૦ સોદામાં રૂ.૧૨,૧૨૮.૧૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ હતા. સોનામાં સુધારો હતો, તો ચાંદી નરમ રહી હતી. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જીમાં ક્રૂડ તેલમાં સાંકડો ઘટાડો ભાવમાં રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં નીચી સપાટીએ ટેકો રહેતાં ભાવ વધી આવ્યા હતા. ક્રૂડ પામતેલમાં પ્રત્યાઘાતી ઘટાડો થયો હતો. એલચીમાં તેજીની ચાલ મક્કમ બની વાયદા વધુ વધ્યા હતા. મેન્થા તેલમાં સીમિત સુધારો હતો.

કીમતી ધાતુઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦,૬૮૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૦,૮૫૦ અને નીચામાં રૂ.૩૦,૬૬૯ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૦ વધી રૂ.૩૦,૭૭૭ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ ૮ ગ્રામદીઠ રૂ.૨૨ વધી રૂ.૨૪,૭૧૨ અને ગોલ્ડ-પેટલ જુલાઈ ૧ ગ્રામદીઠ રૂ.૨ વધી રૂ.૩,૦૭૦ રહૃા હતા, જ્યારે સોનું-મિની ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૮ વધી બંધમાં રૂ.૩૦,૬૯૪ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૪૫,૭૭૧ ખૂલી, ઊપરમાં રૂ.૪૬,૦૬૯ અને નીચામાં રૂ.૪૫,૫૯૮ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૬૮ ઘટી રૂ.૪૫,૮૦૪ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ રૂ.૨૬૦ અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ રૂ.૨૬૭ ઘટી અનુક્રમે રૂ.૪૫,૮૨૦ અને રૂ.૪૫,૮૧૭ રહૃા હતા.

બિનલોહ ધાતુઓમાં તાંબુ ઓગસ્ટ વાયદો કિલોદીઠ ૪૦ પૈસા સુધરી રૂ.૩૩૬.૮૦, નિકલ જુલાઈ રૂ.૮.૧૦ વધી રૂ.૭૧૬.૫૦, એલ્યુમિનિયમ જુલાઈ ૬૫ પૈસા ઘટી રૂ.૧૦૭.૭૦, સીસું જુલાઈ ૭૦ પૈસા વધી રૂ.૧૨૪.૭૫ અને જસત જુલાઈ ૬૫ પૈસા વધી રૂ.૧૫૧.૨૦ રહૃા હતા.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો ઓગસ્ટ વાયદો બેરલદીઠ રૂ.૩,૦૯૨ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯ ઘટી રૂ.૩,૦૮૨ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદા રૂ.૨૧૦થી રૂ.૫૪૦ની રેન્જમાં વધ્યા હતા. કોટન જુલાઈ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧,૬૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૨,૧૬૦ અને નીચામાં રૂ.૨૧,૬૦૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧૦ વધી રૂ.૨૨,૧૨૦ બંધ રહ્યો હતો. સીપીઓના વાયદા ૧૦ પૈસાથી રૂ.૪.૩૦ જેટલા નરમ હતા. સીપીઓ જુલાઈ વાયદો ૧૦ કિલોદીઠ ૧૦ પૈસા ઘટી રૂ.૫૧૯.૯૦ થયો હતો.