સોનિયા ગાંધીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારો, ઉના મુદ્દો સંસદમાં ઉઠાવશે - Sandesh
  • Home
  • India
  • સોનિયા ગાંધીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારો, ઉના મુદ્દો સંસદમાં ઉઠાવશે

સોનિયા ગાંધીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારો, ઉના મુદ્દો સંસદમાં ઉઠાવશે

 | 11:36 am IST

કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પોતાના સાંસદોને કાશ્મીર હિંસા, મજૂરોની સ્થિતિ, વધતી બેરોજગારી જેવા મુદ્દા પર સંસદના હાલના સત્રમાં જોર-શોરથી ઉઠાવા માટે કહ્યું છે. સોનિયા ગાંધીએ સંસદીય દળની બેઠકમાં કહ્યું કે હરિયાણામાં રાજ્યસભા ચૂંટણી દરમ્યાન થયેલ કથિત ગડબડીઓ પર પણ સંસદમાં પ્રશ્ન ઉઠાવામાં આવે.

ઉના મુદ્દા પર દેશના ટોચના તમામ રાજકારણીઓએ નોંધ લીધી છે. ત્યારે સોનિયા ગાંધીએ પણ કહ્યું કે ગુજરાતના ઉનામાં થયેલ દલિતો પર અત્યાચારના મુદ્દે પણ સંસદમાં પ્રશ્ન ઉઠાવશે તેવી વાત કરી. દલિતોને ન્યાય મળે તે માટે સરકાર સાથે મંત્રણા કરીશું.

સોનિયા એ પોતાના સાંસદોને કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર તમામ મુદ્દાઓ પર નાકામ સાબિત થઈ રહી છે. તેમણે પોતાનો ભ્રષ્ટાચાર દેખાઇ રહ્યો નથી અને સસ્તા માર્કેટિંગ પર ઉતરી ગઇ છે.