સોમનાથ મહાદેવના દર્શન માટે હવેથી ભક્તોએ પાસ લેવો નહીં પડે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • સોમનાથ મહાદેવના દર્શન માટે હવેથી ભક્તોએ પાસ લેવો નહીં પડે

સોમનાથ મહાદેવના દર્શન માટે હવેથી ભક્તોએ પાસ લેવો નહીં પડે

 | 5:26 am IST
  • Share

દર્શનાર્થીઓ માટે પાસ સિસ્ટમ બંધ

માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઈઝિંગ સહિતની સાવચેતી રખાશે

કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને અને સોશ્યલ ડીસ્ટસન જળવાઈ એ માટે સોમનાથ ખાતે દર્શને આવતા યાત્રિકોને પાસ લેવા ફ્રજીયાત હતા. એક વર્ષ અને બે મહિના જેટલો સમયથી પાસ સીસ્ટમ અમલમાં મુકવામાં આવી હતી પણ હવે દેશ- વિદેશમાંથી આવતા યાત્રિકોને હવે કાઉન્ટરમા ઉભા રહી અને પાસ લેવો પડતો હતો જે હવે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવતીકાલ તા. 11થી સોમનાથ મહાદેવના દર્શન માટે દર્શનાર્થીઓને હવે પાસ નહીં લેવો પડે અને સીધા જ લાઇનમા ઉભા રહી દર્શન કરી શકશે.

વિશ્ચ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે 20 જુલાઈ 2020 શ્રાવણ માસથી દર્શનાર્થીઓને દર્શન પાસ લઇને પ્રવેશ અપાતો હતો. જે હવે કોરોના કાળ હળવો કે મુક્ત થતાં આ દર્શન પાસ પ્રથા 11 ઓક્ટોબરથી સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. આમ છતાં કોરોના સામેની સાવચેતના પગલાઓ જેવા કે માસ્ક પહેરીને દર્શન કરવું, દર્શન કરી તુરત જ બહાર નીકળી જવું, સેનેટાઇઝીંગ, સ્પ્રે સહિતના પગલાંઓ સાવચેતીના ભાગરૂપે ચાલુ રહેશે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો